- DySP સોલંકીએ મહિલાઓ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડયો
- પોલીસ કર્મચારીઓના પરિવારની મહિલાઓ આંદોલનના માર્ગે
- પોલીસ પરિવારની મહિલાઓએ ગ્રેડ-પે વધારો કરવા કરી માંગ
પાટણ : પાટણમાં પોલીસ પરીવારની કેટલીક મહિલાઓ એ બગવાડા દરવાજા ખાતે થાળી વેલણ વગાડી ગ્રેડ-પે વધારો કરવાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. રેલી અને ધરણાંને લઇ પોલીસ તંત્ર ભારે હરકતમાં આવ્યું હતું બગવાડા દરવાજા ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓને LCB, SOG તેમજ એ- ડીવીઝન પોલીસે દેખાવો બંધ કરવા સમજાવી હતી. તેમ છતાં મામલો શાંત ન પડતા DySP સી.એલ. સોલંકી દોડી આવ્યાં હતા અને મહિલાઓની રજૂઆતો ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ખાત્રી આપતાં મહિલાઓએ ધરણા પૂર્ણ કર્યા હતા.
પડતર પ્રશ્નો ઉકેલવા અંગે માંગ કરાઇ
પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે. રાજ્યના અન્ય કર્મચારીઓને અપાતો ગ્રેડ-પે પોલીસ કર્મચારીઓને અપાતો નથી અન્ય કર્મચારીઓ કરતાં વધુ કલાકો ફરજ બજાવે છે. ઘણી વખત રાત્રે પણ ઘરે આવી શકતા નથી ત્યારે પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે વધારી પેન્શન સહિતનાં અન્ય પડતર પ્રશ્નો ઉકેલી આઠ કલાકની નોકરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : Aryan Khan Drugs Case : મુકુલ રોહતગીએ જસ્ટિસને કહ્યું - "માય લોર્ડ હું આર્યન ખાન વતી પહેલા હાજર થવા માંગુ છું."
આ પણ વાંચો : રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે જાહેર કર્યું બોનસ