ETV Bharat / state

Patan News : પાટણમાં પાણીની માથાકૂટ, એક ટાઈમ પાણી આપવાના નિર્ણય સામે લોકોમાં રોષ - પાટણમાં મહોલ્લા પોળોમાં પાણી

પાટણમાં બે ટાઈમ પાણી આપવા છતા કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું. ત્યાં પાટણ તંત્ર દ્વારા એક જ સમયે પાણી આપવાનું વિચારતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આગામીં સમયમાં આ રોષ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

Patan News : પાટણમાં પાણીની માથાકૂટ, એક ટાઈમ પાણી આપવાના નિર્ણય સામે લોકોમાં રોષ

author img

By

Published : Feb 22, 2023, 3:04 PM IST

પાટણમાં એક ટાઈમ પાણી આપવાના નિર્ણય સામે લોકોમાં રોષ

પાટણ : શહેરમાં નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો દિવસમાં એક જ ટાઇમ આપવાની વિચારણા હાથ ધરાતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. હાલ બે ટાઇમ અપાતા પાણીમાં જ ફોર્સના અભાવે કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જ્યારે મહોલ્લા-પોળોમાં રહેતા મોટાભાગના વિસ્તારોમાં પાણી સંગ્રહ માટે મોટી ટાંકીઓની વ્યવસ્થા નથી. આવા પરીવારો સવાર સાંજના પાણીથી જ દિવસ પસાર કરે છે. આવા પરીવારોની હાલત કફોડી બનશે. આગામી દિવસોમાં ઉનાળો આવી રહ્યો છે, ત્યારે જ નગરપાલિકાના આવા તરંગી નિર્ણય સામે રોષ ભભૂક્યો છે. આગામી સમયમાં તે જ્વાળામુખી બની ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

મહોલ્લા પોળોમાં પાણી સંગ્રહની નથી વ્યવસ્થા : પાટણ નગરપાલિકાની વોટર વર્કસ સમિતિની બેઠક મળી હતી. તેમજ ગઇકાલે ભૂગર્ભ ગટરની બેઠકમાં એકજ ટાઈમ પાણી આપવાની વિચારણાને વોટર વર્કસ સમિતિની બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ ઠરાવ કારોબારી સમિતિમાં મંજુરી અર્થે મોકલી મંજુર થાય તો સામાન્ય સભામાં લાવવામાં આવશે. પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં એક જ ટાઇમ પાણી આપવાની આ હિલચાલ વાયુવેગે શહેરમાં પ્રસરતા ગૃહિણીઓ અને શહેરીજનોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો સાથે નિર્ણય સામે રોષ ફેલાયો છે.

પાટણ નગરપાલિકાની વોટર વર્કસ સમિતિ
પાટણ નગરપાલિકાની વોટર વર્કસ સમિતિ

આ પણ વાંચો : Irrigation Department: ધારાસભ્યની રજુઆત બાદ સિંચાઇ વિભાગે પાણી છોડ્યુું

પૂરતા ફોર્સથી નથી મળતું પાણી : વોટર વર્કસ સમિતિ દ્વારા એક જ ટાઇમ પાણી આપવા કરાયેલ નિર્ણય સામે કેટલાક શહેરીજનોએ પોતાના મંતવ્યો રજુ કરી જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા હાલ બે ટાઇમ પાણી આપવામાં આવે છે, પરંતુ પૂરતા ફોર્સના કારણે કેટલાય મહોલ્લા-પોળોમાં પુરતા પ્રમાણમાં પાણી આવતું નથી. છેવાડે મકાનો ધરાવતા પરીવારોના ઘર સુધી પાણી પહોંચતું નથી. આવા પરીવારોની હાલત દયાજનક બનશે. પાટણમાં મોટાભાગના શહેરીજનો મહોલ્લા - પોળોમાં રહે છે. જેમાના કેટલાક મકાનોમાં પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી. આવા પરીવારો બે ટાઇમ અપાતા પાણી ઉપર જ નિર્ભર છે.

આ પણ વાંચો : ભાદર કેનાલનું પાણી ઉભરાતા ખેડૂતોના ખેતરમા પાણી ફરી વળ્યું, પાકને ભારે નુકસાન

પાણી માટે વલખા : મહોલ્લા - પોળોમાં ગીચતા, કેટલાક મકાનો બે ત્રણ માળના છે. કેટલાક છાપરાવાળા છે. આવા પરીવારો માટે પાણી સંગ્રહ માટે ટાંકી લાવી ક્યાં મુકવી તે પણ એક સમસ્યા છે. આવા પરીવારોને પાણી માટે વલખા મારવાનો સમય આવશે. પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ શહેરીજનોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી આવા તરંગી નિર્ણયો કરવા જોઈએ તેમ કેટલાક શહેરીજનોએ જણાવ્યું હતું. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો બહુમતીના જોરે શેહરીજનો માથે તરંગી નિર્ણયો થોપી રહ્યા હોવાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.