ETV Bharat / state

પાટણમાં સ્વૈચ્છિક રીતે લગાવેલા લોકડાઉનને મળ્યો બહોળો પ્રતિસાદ, બપોર બાદ તમામ બજારો બંધ

author img

By

Published : Jul 8, 2020, 8:12 PM IST

પાટણ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા વેપારી મહામંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું. જેને મોટાભાગે સફળતા મળી છે. બપોરે 2:00 વાગ્યા પછી તમામ બજારના વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ધંધા-રોજગાર બંધ કરી વેપારી મહામંડળના નિર્ણયને સહકાર આપ્યો છે. જેને લઇ બપોર બાદ શહેરની બજારો સૂમસામ બની હતી.

Voluntary lockdown in Patan
પાટણમાં સ્વૈચ્છિક લગાવેલા લોકડાઉનને મળ્યો બહોળો પ્રતિસાદ, બપોર બાદ તમામ બજોરો બંધ

પાટણઃ શહેરમાં કોરોના વાઇરસના ખતરાને જોઇ વેપારી મહામંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું, જેને મોટાભાગે સફળતા મળી છે. બપોરે 2:00 વાગ્યા પછી તમામ બજારના વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ધંધા-રોજગાર બંધ કરી વેપારી મહામંડળના નિર્ણયને સહકાર આપ્યો છે.

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાતા તેમજ પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક પણ વધતા ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ કેટલાક વેપારીઓ પણ કોરોના ગ્રસ્ત બન્યા છે. શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારી મહામંડળે બપોરે 2 વાગ્યા બાદ એક અઠવાડિયા સુધી દુકાનો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

જેના અનુસંધાને બુધવારે બપોરે 2 વાગ્યા બાદ કરિયાણા બજાર, કાપડ બજાર, ઝવેરી બજાર, વાસણ બજાર સહિતની અન્ય બજારના વેપારીઓએ પોતના ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ કરી વેપારી મહામંડળના નિર્ણયને આવકાર્યો હતો. બપોર બાદ તમામ બજારો બંધ રહેતા શહેરની બજારો સૂમસામ બની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.