ETV Bharat / state

Uttarayan 2022 Patan: પાટણમાં ચાઈનીઝ દોરીનો પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત, પરિવારમાં શોકનો માહોલ

પાટણમાં ઇલેક્ટ્રિક ડીપી (Electric dp in Patan)માં ફસાયેલી ચાઇનીઝ દોરીવાળી પતંગને લૂંટવા જતા 14 વર્ષના કિશોરનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પાટણમાં આ વખતે પણ ચાઇનીઝ દોરીનું મોટાપાયે વેચાણ (Sale of Chinese String In Patan) થયું હતું.

Uttarayan 2022 Patan: પાટણમાં ચાઈનીઝ દોરીનો પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત, પરિવારમાં શોકનો માહોલ
Uttarayan 2022 Patan: પાટણમાં ચાઈનીઝ દોરીનો પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત, પરિવારમાં શોકનો માહોલ
author img

By

Published : Jan 14, 2022, 8:07 PM IST

પાટણ: શહેરના કસાવાડા રોડ ઉપર એક કિશોર ચાઇનીઝ દોરીવાળો (Sale of Chinese String In Patan) પતંગ લૂંટવા જતા દોરી ઈલેક્ટ્રિક વાયર (Electric dp in Patan)માં ભરાઈ જતા વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો. કિશોરને વીજ કરંટ લાગતાં જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ તેને વીજ કરંટથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

પાટણમાં ચાઇનીઝ દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું

પાટણ વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે પાટણ શહેરમાં ઉત્તરાયણ (Uttarayan 2022 Patan)પૂર્વે ચાઇનીઝ દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું અને આ દોરીથી ઉત્તરાયણના દિવસે નાના-મોટા અકસ્માતો (Accidents During Uttarayan In Gujarat)ના બનાવો પણ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ ચાઇનીઝ દોરીથી વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત (Death due to electric shock In Patan) પણ થયું છે.

આ પણ વાંચો: Uttarayan 2022 Gujarat: કોરોનાને લઇને લોકોને સંદેશ આપવા કચ્છના પતંગબાજે 80 ફૂટ લાંબો પતંગ ચગાવ્યો

ઈલેક્ટ્રિક ડીપી પર ફસાયેલા પતંગને લૂંટવા જતા લાગ્યો કરંટ

પાટણ શહેરના છાસિયાધરા વિસ્તાર (patan chhasiyadhara area)માં રહેતા પ્રજાપતિ વિરલ કુમાર સેવંતીલાલનો 14 વર્ષનો પુત્ર શુભમ ઉત્તરાયણનાં દિવસે શહેરના નીલમ સિનેમા નજીક પતંગ લૂંટવા ગયો હતો. ચાઈનીઝ દોરી સાથે કપાયેલ પતંગ ઈલેક્ટ્રિક ડીપી ઉપર ફસાતા તેને લૂંટવા જતાં કિશોરને ઈલેક્ટ્રિક શૉક લાગતા વિસ્તારના રહીશો તાત્કાલિક ધટનાસ્થળે દોડી આવી તેને શહેરની ખાનગી હોસ્પિટલ (Private Hospital In Patan)માં સારવાર અર્થે લઈ ગયા હતા.

ઉત્તરાયણનો પર્વ પરિવાર માટે બન્યો શોક

ફરજ પરના તબીબે શુભમને મૃત જાહેર કરતા માસુમ બાળકના પરિવારજનોમાં ઉત્તરાયણનો પર્વ શોકમાં પલટાયો હતો. ઉતરાયણના દિવસે વીજ કરંટથી પુત્રનું મોત થતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. તો વહીવટીતંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો: Makar Sankranti 2022: કચ્છમાં આ વર્ષે કોરોનાના કારણે ઉત્તરાયણ ફિક્કી જોવા મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.