પાટણઃ શહેર સહિત જિલ્લામાં બુધવારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યાં બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં બે ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રેલવે અન્ડરબ્રીજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો.
આ ઉપરાંત શહેરના ચોકડી તાલી બજાર, ટેલિફોન એક્સચેન્જ, કર્મભૂમિ પાળવા સર્કલ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
જિલ્લામાં સવારે 6થી 4 વાગ્યા સુધીમાં 155 MM વરસાદ નોંધાયો છે. જેમાં પાટણ તાલુકામાં 42 MM, સરસ્વતીમા 50 MM, સિદ્ધપુરમાં 55 MM, રાધનપુરમાં 6 MM અને ચાણસ્મા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના હારીજ, સાંતલપુર,અને સમી તાલુકાઓ કોરા રહ્યા હતા.