ETV Bharat / state

પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ - patan corona news

પાટણના કોરોના સંક્રમિતોને રેમડેસીવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે પાટણ IMA, ફિઝિશિયન એસોશિએશન, રેડક્રોસના તબીબોની તાત્કાલિક બેઠક બોલાવી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરાયેલ પોર્ટલની મદદથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ઇન્જેક્શન સરળતાથી મૂળ કિંમતે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પાટણ
પાટણ
author img

By

Published : Apr 15, 2021, 4:46 PM IST

Updated : Apr 15, 2021, 7:45 PM IST

● પાટણ વહીવટીતંત્રએ ઇન્જેક્શન મેળવવા માટે ખાસ સોફ્ટવેર બનાવ્યું
● સોફ્ટવેરમાં 28 ખાનગી હોસ્પિટલોનો કરાયો સમાવેશ
● હોસ્પિટલો દર્દીની જરૂરિયાતની વિગતો સોફ્ટવેરમાં મુકાશે
● દર્દીઓને મૂળ કિંમતે જ ઇન્જેક્શન તંત્ર દ્વારા આપવામાં આવે છે

પાટણ : શહેર સહિત જીલ્લામાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ સંક્રમણનો ભોગ બનેલા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે આશાના કિરણ સમાન રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે પાટણ IMA, ફિઝિશિયન એસોશિએશન, રેડક્રોસના તબીબોની તાત્કાલિક બેઠક બોલાવી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરાયેલ પોર્ટલની મદદથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ઇન્જેક્શન સરળતાથી મૂળ કિંમતે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પોર્ટલમાં પાટણ શહેરની 25 અને રાધનપુરની ત્રણ ખાનગી હોસ્પિટલો મળી કુલ 28 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્રની અનોખી પહેલ

આ પણ વાંચો:રેમડેસીવીરની અછત વચ્ચે બારડોલીનું તંત્ર જિલ્લામાં આ રીતે પહોંચાડી રહ્યું છે ઈન્જેક્શન

ઈન્જેક્શનની યોગ્ય ફાળવણી માટે તૈયાર કરાયું સોફ્ટવેર

પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી અને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પાટણ જિલ્લામાં પણ આ પરિસ્થિતિ ધ્યાને લઇ વિચાર વિમર્શ કરી જે તે ખાનગી હોસ્પિટલોના તબીબો મારફતે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટેનું એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. જેમાં પાટણ શહેરની 25 ખાનગી હોસ્પિટલો તેમજ રાધનપુરની ત્રણ ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે. આ હોસ્પિટલના તબીબો દ્વારા જ પોતાની હોસ્પિટલમાં દાખલ દર્દીની ઇન્જેક્શનની જરૂરિયાત મુજબની વિગતો આ સોફ્ટવેર ઉપર મૂકવામાં આવે છે. ઇન્જેક્શન વિતરણ માટે તંત્ર દ્વારા ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ તબક્કામાં 90થી ઓછું ઓક્સિજન, RT-PCR,રેપીડ ટેસ્ટ તેમજ સીટી સ્કોર 15થી વધારે હોય તેવા દર્દીઓને અગ્રતા આપી તાત્કાલિક ઇન્જેક્શન જે તે હોસ્પિટલોને તંત્ર દ્વારા જ પહોંચતું કરવામાં આવે છે.

આ પણ વાંચો:સરકાર હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમડેસીવીર ઇન્જેક્શન

પોર્ટલ પરની માહિતી પરથી ઈન્જેક્શનની ફાળવણી કરાશે

રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી માટે પાટણ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રોજ સવારે 11:00 અને સાંજે 6:00 કલાકે બેઠક મળે છે અને પોર્ટલ ઉપરની વિગતોની ચકાસણી કરી જરૂરિયાતવાળા દર્દીઓને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવે છે. 14 એપ્રિલથી શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા અંતર્ગત અત્યાર સુધીમાં અલગ-અલગ હોસ્પિટલોમાંથી 332 દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાંથી 169 દર્દીઓને મૂળ કિંમતે જ ઈન્જેક્શન આપવામાં આવ્યા છે.

Last Updated : Apr 15, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.