પાટણ: કચ્છ ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન પ્રધાન પરિષદમાં ઉપસ્થિત રહેનાર ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યપ્રધાન પ્રહલાદસિંઘ પટેલ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરની મુલાકાત બાદ પાટણ ખાતે રાણીની વાવની સહપરિવાર મુલાકાતે આવ્યા હતા. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવની સ્થાપત્ય કલા અને શિલ્પ કારીગરી જોઈ કેન્દ્રીય પ્રધાન અભિભૂત થયા હતા.
આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ અને વાસ્તુકલાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તેનું આ પ્રતિષ્ઠિત ઉદાહરણ છે. રાણીની વાવમાં આપણા પૂર્વજોએ કઈ રીતે રોજીંદા કામની સાથે સંસ્કૃતિ અને પરંપરાને વણી લીધી છે. તે આવનારી પેઢીએ સમજવાની જરૂર છે.