- કેન્દ્રીય પ્રધાન બે દિવસ પાટણની મુલાકાતે આવશે
- જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય પ્રધાન પાટણ આવશે
- 16 અને 17 ઓગસ્ટે કેન્દ્રીય પ્રધાનની આગેવાનીમાં નીકળશે યાત્રા
- કેન્દ્રીય પ્રધાનના કાર્યક્રમના આયોજન ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદ
પાટણ: આગામી 16 અને 17 મી ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રિય પ્રધાન (Union Minister) દેવુસિંહ ચૌહાણ (Devu Singh Chauhan) પાટણ (Patan) ખાતે આવી રહ્યા છે. તેઓના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે શનિવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ (K.C.Patel) ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પૂર્વ પ્રદેશ મહામંત્રીએ કેન્દ્રીય પ્રધાનનાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પણ વાંચો: ડાંગના જરૂરીયાત મંદ લોકોના સહારે પૂર્વ ધારાસભ્ય ગાવિત
કેન્દ્રીય પ્રધાન બે દિવસ વિવિધ સમાજના આગેવાનોની કરશે મુલાકાત
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે (K.C.Patel) જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 16 ઓગસ્ટે સૌપ્રથમ હારીજ તાલુકાના અસાલડી ખાતે કેન્દ્રીય પ્રધાનનું આગમન સાથે સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી પાટણ જિલ્લાના કાર્યક્રમની શરૂઆત થશે અને ત્યારબાદ રોડા, માંસા, દુનાવાડા, ખાનપુરડા, દુધારામપુરા અને અનાવાડા સહિતના ગામોમાં કેન્દ્રીય પ્રધાન (Union Minister) દેવુસિંહ ચૌહાણ (Devu Singh Chauhan)નું સ્વાગત કરવામાં આવશે. પાટણ (Patan) ના રંગીલા હનુમાન મંદિર પાસે શહેર ભાજપ (BJP) દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન (Union Minister) રાત્રી રોકાણ પાટણ સર્કિટ હાઉસમાં કરશે.
આ પણ વાંચો: પાટણમાં ભાજપે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી
સભા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય પ્રધાન બાઇક રેલી સાથે સિદ્ધપુર જવા નીકળશે
17મી ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ (Devu Singh Chauhan) પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યાર બાદ બાઇક રેલી, વેક્સિન સેન્ટરની મુલાકાત અને APMCમાં સભા યોજશે. જેમાં વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાશે. સભા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય પ્રધાન (Union Minister) બાઇક રેલી સાથે સિદ્ધપુર જવા નીકળશે. જેમાં રૂની, કમલીવાડા અને ડેર ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને નેદ્રા ગામે સ્વાગત બાદ સિદ્ધપુરમા સભા યોજાશે અને વાલકેશ્વર મહાદેવના દર્શન કરી પાટણ જિલ્લાનો પ્રવાસ પુર્ણ કરી મહેસાણા જિલ્લામાં જવા પ્રસ્થાન કરશે. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશ પટેલ, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ ગોવિંદ પ્રજાપતિ સહિતના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.