પાટણ: સમી તાલુકાના શેરપુરા ગામમાં રહેતા 14 વર્ષીય પરમાર જયેશ તથા તેનો કૌટુંબિક ભાઇ રાહુલ તેમના મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કોઈ કારણોસર આ બન્ને કિશોરો તળાવના પાણીમાં ડૂબ્યા હતા ત્યારે મિત્રોએ બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તળાવમાં શોધખોળ કરી આ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને કિશોરોને મૃત જાહેર કર્યા હતા.
શેરપુરા ગામમાં એક જ પરિવારના બે બાળકોના એકસાથે મોત થતાં પરિવારજનો સહિત ગામમાં શોક છવાયો હતો.