પાટણ: કુદરત ક્યારેક માણસે જેની કલ્પના પણ ન કરી હોય તેવા સંજોગો ઊભા કરે છે અને ન ધારેલું બનાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાધનપુરની સરકારી હોસ્પિટલમાં બનવા પામ્યો હતો. જેમાં રક્ષાબંધનના દિવસે જ શંખેશ્વરની મહિલાએ જોડિયા ભાઈ બહેનને જન્મ આપ્યો હતો.
જોડિયા બાળકોનો જન્મ: પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે રહેતા રોમુબેન રામ કૃપાલ જાદવ નામની મહિલાને પ્રસ્તુતાની પીડા ઉપડતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે શંખેશ્વરથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબ અને સ્ટાફે આ મહિલાને જરૂરી સારવાર આપી હતી. સફળતાપૂર્વક તેની પ્રસુતિ કરાવતા આ મહિલાને પ્રથમ દીકરાનો જન્મ થયો હતો. દસ મિનિટ બાદ બાળકીનો જન્મ થયો હતો. પવિત્ર રક્ષાબંધનના દિવસે જ જોડિયા ભાઈ બહેનનો જન્મ થતા પ્રસુતિ કરાવનાર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ભાવવિભોર બન્યો હતો.
ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો: આજના પવિત્ર દિવસે તેમને જોડિયા બાળકોની સફળ પ્રસુતિ કરાવવા બદલ ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પરિવારજનોમાં પણ અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી. સમગ્ર હોસ્પિટલમાં પરિવારજનોએ એકબીજાને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથની કલાઈ ઉપર રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે પ્રસુતિના આ કિસ્સામાં પણ પ્રથમ ભાઈનો અને ત્યારબાદ બહેનનો જન્મ થયો છે. જે જોગાનુ જોગ કુદરતના એક સંકેત સમાન છે.
સી.આર.પાટીલ કરી ઉજવણી: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના સ્થાને રક્ષાબંધનના પર્વની ઉજવણી બુધવારે કરી હતી. તેઓએ પોતાની બહેન સુરેખાબેન ચૌધરીથી રક્ષાની રાખડી બંધાવી હતી. સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન પર દેશભરની બહેનોને ભેટ આપી છે. ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપી દેશની બહેનોને રાહત આપી છે.
- Rakshabandhan 2023: નવસારી સબજેલમાં બંધ કેદી ભાઈઓની સાથે બહેનોએ રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી
- Raksha Bandhan 2023: રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર સુરતમાં વૈદિક પરંપરા મુજબ જનોઈ બદલવાનો કાર્યક્રમ
- Raksha Bandhan 2023: સુમુલની મીઠાઈનું રેકોર્ડ બ્રેક વેચાણ, રક્ષાબંધનના પર્વને લઈને માત્ર 3 દિવસમાં 71 હજાર કિલો મીઠાઈનું વેચાણ