- લૂંટ કરનારા બુકાનીધારી ટોળકીના ત્રણ શખ્સ પકડાયા
- બે દિવસ પહેલા બેંકના મહિલા કર્મચારીને આંતરી ચલાવી હતી લૂંટ
- પાટણ પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો
- ટોળકીના અન્ય બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન સિદ્ધપુરમાં બેંકના મહિલા કર્મચારીને લૂંટનાર ત્રણ ઝડપાયા
પાટણ: શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરફોડ અને મંદિર ચોરીઓની સાથે સાથે લૂંટના બનાવો પણ વધવા લાગ્યા છે, ત્યારે સિદ્ધપુરમાં તારીખ 6 ફેબ્રુઆરીના રોજ બંધન બેંકના મહિલા કર્મચારી બેંકમાંથી રોકડ લઈ સિધ્ધપુર -ગાંગલાસણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ત્રણ શખ્સોએ બેંકની મહિલા કર્મચારીને આંતરી તેની પાસેથી 1.38 લાખ રોકડ તેમજ એક ટેબ્લેટની લૂંટ ચલાવી ઈકો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે અંગેની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ લૂંટનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે આ લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને પકડી લૂંટમાં ગયેલી આ રકમમાંથી રૂપિયા 50 હજાર રિકવર કરી અન્ય મુદ્દામાલ રિકવર કરવા તથા આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
![બુકાનીધારી લુટારુઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-threerobberswerearrestedinsiddhpur-vbb-vo-gj10046_08022021161640_0802f_01929_493.jpg)
મહિલાની રેકી કરી લૂંટને આપ્યો હતો અંજામ
આ સાથે અન્ય એક ચોરીનો ભેદ ઉકેલવામાં પણ પાટણ પોલીસને સફળતા મળી છે. સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બે વર્ષ અગાઉ કોમ્પ્યુટરની ચોરી કરનારા એક શખ્સને પકડી તેની પાસેથી કોમ્પ્યુટર કબજે કરી વધુ પૂછપરછ કરતાં તમે પાટણ અને મહેસાણા જિલ્લામાં 25 જેટલી ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું છે.
![બુકાનીધારી લુટારુઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-threerobberswerearrestedinsiddhpur-vbb-vo-gj10046_08022021161640_0802f_01929_797.jpg)