ETV Bharat / state

સિદ્ધપુરમાં બે ફેક્ટરીમાંથી તસ્કરોએ કરી ચોરી - Smugglers steal in Siddhpur

સિદ્ધપુરમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ બે ફેકટરીને નિશાન બનાવી રૂપિયા 9.98 લાખની રોકડ રકમની ચોરી કરી છે. ચોરી કરનારા તસ્કરો CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સિદ્ધપુરમાં બે ફેક્ટરીમાંથી તસ્કરોએ કરી ચોરી

author img

By

Published : Mar 16, 2021, 5:37 PM IST

  • સિદ્ધપુરમાં બે ફેક્ટરીઓને તસ્કરોએ બનાવી નિશાન
  • 9.98 લાખની રોકડ લઇ તસ્કરો થયા ફરાર
  • તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ

પાટણઃ જિલ્લાના સિદ્ધપુર નગરના ખળી ચાર રસ્તા પાસે આવેલા ગણેશ પલ્સ મિલમાં સોમવારની મધ્યરાત્રિના સમયે ચોરી કરવા 4 તસ્કરો અંદર ઘુસ્યા હતા અને તિજોરી તોડી તેમાંથી 9 લાખ 50 હજારની રોકડ રકમ તેમજ ટેબલના ખાનામાં પડેલા રૂપિયા 30 હજારની ચોરી કરી હતી. આ ઉપરાંત નજીકમાં આવેલી અન્ય એક ફેકટરીને નિશાન બનાવી હતી. તેમાંથી રૂપિયા 18 હજારની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાની જાણ ફેકટરીના ભાગીદારોને થતાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક CCTV ફુટેજ તપાસતા તેમાં ચાર તસ્કરો નજરે ચડયા હતા.

સિદ્ધપુરમાં બે ફેક્ટરીમાંથી તસ્કરોએ કરી ચોરી
સિદ્ધપુરમાં બે ફેક્ટરીમાંથી તસ્કરોએ કરી ચોરી

આ પણ વાંચોઃ વેરાવળમાં બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્યું, રૂપિયા 2.60 લાખની ચોરી

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ગણેશ પલ્સ મીલના ભરત કનૈયાલાલ રામીએ તસ્કરો વિરુધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.