- રાધનપુર નગરપાલિકાના વોર્ડ 7 ની સીટ માટે મતદાન
- કોંગ્રેસ ,ભાજપ અને આપ વચ્ચે ત્રી પાખીયો જંગ
- ખાલી પડેલી 1 બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી
પાટણ ઃ રાધનપુર નગરપાલિકાના વોર્ડ 7 ની ખાલી પડેલ સીટ માટે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. પાલિકાની ખાલી પડેલ સીટ માટે કોંગ્રેસ ,ભાજપ અને આપ વચ્ચે ત્રી પાખીયો જંગ છે. પાટણ જિલ્લાના રાધનપુર નગરમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ૨૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૬ બેઠકો કબજે કરી રાધનપુર નગરપાલિકામાં સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ રાધનપુરના વોર્ડ નંબર 7ના ભાજપના અંકુર જોશીનું મૃત્યુ થતાં ખાલી પડેલી 1 બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરતા કરવામાં આવી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આપ ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં 5832 મતદારો છે. ત્યારે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં સવારે છ વાગ્યાથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક ઉપર પહોંચ્યા હતા, અને મતદાન કર્યું હતું. બપોર સુધીમાં 27 ટકા મતદાન થયું હતું.
રાધનપુર નગરપાલિકા વોર્ડ 7 ખાલી પડેલી બેઠક
રાધનપુર પાલિકાના વોર્ડ 7 ની ચૂંટણી માટે કુલ 5 બુથ અને 5 ઇ વી એમ ની સાથે મતદાન સાથે મતદારો માટે આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર નગરપાલિકા વોર્ડ 7ના 5832 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ઉમેદવારોએ મતદાન કરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
રાધનપુર નગરપાલિકાની પેટાચૂંટણી માં 5 બુથ અને 5 ઇવીએમ તેમજ 25 વહીવટી અધિકારી કર્મચારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સવારે છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના તથા આપના ઉમેદવારોએ મતદાન કરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગ વચ્ચે કોણ મારશે બાજી ?
આ પણ વાંચોઃ FIR ન નોંધવા બદલ જાણો કયા પોલીસ અધિકારીઓ સામે High Court એ આકરું વલણ અપનાવ્યું