પાટણ: સમગ્ર દેશમાં 71માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણમાં જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા શહેરની આશિષ વિદ્યાલય ખાતે ધ્વજ વંદન કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન જમિયત ઉલેમા એ હિન્દ પાટણ દ્વારા શાળા પરિવારને બંધારણ ઘર અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બંધારણના મુળભુત અધિકારો, ફરજો અને રાષ્ટ્ટીય પ્રતીકો દર્શાવેલા હતા. ત્યારબાદ વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાટણના મુખ્ય માર્ગો પર નીકળતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય બની ગયું હતું. રેલીમાં હિન્દૂ મુસ્લિમ એકતા અને અખંડિતતા સાથે કોમી એખલાસની ભાવના બની રહે, તે માટે અપીલ કરવામાં આવી હતી.