ETV Bharat / state

પાટણમાં કરર્ફ્યૂના માહોલ વચ્ચે રામજી મંદિરમાં ચોરી - પાટણ જિલ્લાના સમાચાર

પાટણમાં કરર્ફ્યૂના ચુસ્ત અમલ વચ્ચે તસ્કરોએ પોલીસને ઊંઘમાં રાખી વધુ એક મંદિર ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગુરુવારે મોડી રાત્રે શહેરના હવેલી મંદિરની સામે આવેલા પ્રાચીન રામજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂપિયા દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ મંદિરમાં સતત ચોથીવાર ચોરી થઈ છે પણ હજી સુધી એક પણ ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી.

પાટણમાં કરર્ફ્યૂના માહોલ વચ્ચે રામજી મંદિરમાં ચોરી

author img

By

Published : Apr 10, 2021, 7:27 PM IST

  • રામજી મંદિરમાં તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ
  • મંદિરની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો
  • ચાંદીથી મઢેલા ત્રણ કિલોના મંડપની ચોરી કરી તસ્કરો ફરાર

પાટણઃ શહેરમાં એક તરફ કરફ્યૂના ચુસ્ત અમલ વચ્ચે પોલીસના અધિકારીઓ શહેરની ચારે બાજુ પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગને માત આપી તસ્કરોએ શહેરના ત્રણ દરવાજાથી શારદા સિનેમા તરફ જવાના માર્ગ ઉપર આવેલા પ્રાચીન રામજી મંદિરને નિશાન બનાવ્યું હતું. ગુરુવારની મોડી રાત્રે તસ્કરોએ મંદિરની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં મૂકેલા ચાંદીથી મઢેલાં 3 કિલોના મંડપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

પાટણમાં કરર્ફ્યૂના માહોલ વચ્ચે રામજી મંદિરમાં ચોરી
  • એક જ મંદિરમાં ચોથી વખત ચોરી

આ બાબતની જાણ મંદિરના પૂજારીને થતાં તેણે તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ટ્રસ્ટીઓ તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પાટણ એ ડીવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં સતત ચોથીવાર ચોરીની ઘટના બની છે. છત્તા પણ પોલીસ હજું સુધી એકપણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી.

  • મંદિરમાં ચોરીની ઘટનાના અન્ય સમાચાર

આ પણ વાંચોઃ પાલનપુરમાં તસ્કરો મંદિરની દાનપેટી ઉઠાવી ફરાર

  • પાલનપુર શહેરમાં તસ્કરોએ સંકટમોચક હનુમાનજીના મંદિરને નિશાન બનાવી મંદિરની દાનપેટીની ચોરી કરી હતી. આ મુદ્દે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા

  • રાજકોટ શહેરમાં ઘણા સમયથી ધાર્મિક સ્થળોએ ચોરીના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટની નજીક આવેલા ફાડદંગ ગામે વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરોની ટોળકીએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ: શનિ મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

  • શહેરમાં અનલોક આવ્યા બાદ તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે નરોડામાં આવેલા શનિ મંદિરની દાન પેટીમાં ચોરીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી મંદિરના પૂજારીએ ફરિયાદ નોંધાવી છે. પૂજારીની ફરિયાદના આધારે પોલીસે CCTV કેમરા તપાસી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ દાનપેટીમાં દર મહિને 5થી 7 હજાર રૂપિયા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.