પાટણ: નગરપાલિકાએ વેરા વસુલાત માટેની ચાર ટીમો દ્વારા જુદાજુદા વિસ્તારમાં મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જો વેરાની બાકી નીકળતી રકમની વાત કરીએ તો એક લાખથી વધુ વેરા બાકી હોય તેવા 100 બાકીદારોનું લિસ્ટ પાલિકાએ તૈયાર કર્યું છે. જેમાં સૌ પ્રથમ શહેરની ઐતિહાસિક શાહ ભોગીલાલ લહેરચંદ સંગીત વિદ્યાલયને રવિવારે સીલ કરવામાં આવી છે.
પાટણ નગરપાલિકાને અંદાજીત 35 કરોડ રૂપિયાની વેરા વસુલાત બાકી છે, ત્યારે આટલી મોટી રકમ વસુલ કરવામાં પાલિકા તંત્ર સફળ રહેશે, તો ચોક્કસ શહેરના વિકાસને વેગ મળશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.