ETV Bharat / state

પાટણમાં ભક્તિભાવ સાથે પર્યુષણ પર્વનો થયો પ્રારંભ - પાટણમાં પર્યુષણ પર્વ

જૈનોના કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે. શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા યોજાઇ હતી. જેનો જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો. શહેરના અતિ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે જૈન શ્રાવકોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. પર્યુષણ પર્વને લઇને પાટણ શહેરના દેરાસરો અને ઉપાશ્રયોમા  જૈન શ્રાવકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

પાટણમાં ભક્તિભાવ સાથે પર્યુષણ પર્વનો થયો પ્રારંભ

author img

By

Published : Sep 3, 2021, 4:16 PM IST

● પર્યુષણ પર્વને લઇ જૈન સમાજમાં જોવા મળી ખુશી
● શહેરના વિવિધ ઉપાશ્રયોમાં જૈન શ્રાવકોએ કર્યું પ્રતિક્રમણ
● ત્રીસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ચારિત્ર રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજાયું વ્યાખ્યાન
● ઉપાશ્રયોમાં શ્રાવક શ્રાવિકાઓનો જોવા મળ્યો મોટો ધસારો

પાટણઃ જૈન સમાજમાં અનેક તહેવારો અને ઉત્સવો આવે છે પણ તેમાં વિશેષ મહત્વ પર્યુષણ પર્વનું છે.પર્યુષણ પર્વમાં સતત આઠ દિવસ સુધી જૈન શ્રાવકો વિવિધ ઉપાશ્રયોમાં જઈને ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરે છે અને મુની ભગવંતોના વ્યાખ્યાન સાંભળે છે. ત્યારે શુક્રવારથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે જેને લઇને પાટણ શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ પ્રતિક્રમણ કર્યું હતું.

મુનિ ભગવંતોનું વ્યાખ્યાન

પાટણના ત્રીસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ચારિત્ર વિજયજી મહારાજ અને મુનિરાજ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણ પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો.મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ મુનિ ભગવંતોનું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તો શહેરના પંચાસર દેરાસર ખાતે જૈનોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત શહેરના નગીનભાઈ પૌષધશાળામાં અને સાગરના ઉપાશ્રયમાં પણ મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાનમાળાઓ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ વ્યાખ્યાનમાળાનો લાભ લીધો હતો. પાટણના વિવિધ ઉપાશ્રયો અને દેરાસરોમાં પર્યુષણ પર્વને લઇને સતત આઠ દિવસ સુધી અનેક પ્રકારના ધાર્મિક સામાજિક અને જીવદયાના કાર્યક્રમો યોજાશે.

પાટણના વિવિધ ઉપાશ્રયોમાં મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળા યોજાઇ
પર્યુષણ પર્વ એટલે ચિત્ત શુદ્ધિ ,હૃદય શુદ્ધિ અને આત્મશુદ્ધિનું પવિત્ર પર્વ: ચારિત્ર રત્ન વિજયજી મહારાજ પર્યુષણ પર્વનો મહિમા સમજાવતા મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે પર્વ બે પ્રકારના હોય છે. એક લૌકિક પર્વ અને બીજું આધ્યાત્મિક પર્વ. લૌકિક સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. જ્યારે આધ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્યુષણના પર્વમાં દાન, શીલ, તપ,ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ પર્વ ચિત્તશુદ્ધિ ,હૃદયશુદ્ધિ, અને આત્માશુદ્ધિનું પવિત્ર પર્વ છે. આ પણ વાંચોઃ જૈન શાસનના 525 વર્ષમાં પ્રથમવાર એક સાથે 59ને મુહૂર્ત અપાયા, બે ડાયમંડના વેપારી સહિત 7 અને 10 વર્ષના સગાભાઇઓ લેશે દીક્ષા

આ પણ વાંચોઃ દાદા સાહેબ જૈન દેરાસરમાં 200 થી વધુ ભક્તોની પ્રવચન માટે ભીડ, પરવાનગી નહીં હોવાથી ફરિયાદ દાખલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.