પાટણ : પાટણ શહેરના એક યુવાનું મૃત્યુ થતા યાત્રાધામ અમરનાથમાં (Amarnath Yatra 2022) થતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. પાટણ શહેરના ચાર યુવાનો યાત્રાધામ અમરનાથ દર્શનાર્થે માટે ગ્યા હતા. યાત્રાધામ અમરનાથની ગુફાથી 10 કિમી દૂરના અંતરે શ્વાસ (Young Amarnath of Patan) લેવામાં તકલીફ ઊભી થઈ હતી. તેથી તે ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતા અવસાન થયું હતું. બાદમાં પાર્થિવ દેહને સરકારની મદદથી (Patan Young Death in Amarnath) વિમાનમાર્ગે શ્રીનગરથી અમદાવાદ વિમાન મથકે લાવવા માટેનાં પ્રસ્થાન કર્યુ હતું.
શું હતો બનાવ - પવિત્ર જમ્મુ-કાશ્મીરનાં યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે 15મી જુલાઇએ પાટણના ચાર મિત્રો હાર્દિક રામી, આશિત તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ જવા પ્રસ્થાન કર્યું હતું. આ ચારેય મિત્રો પૈકી 19મીની સવારે 10 વાગે યાત્રાનાં માર્ગમાં હતા, ત્યારે ગુફાથી 10 કિમી દૂર ટટ્ટ પર સવારે હાર્દિક રામીનીં તબિયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન (Amarnath Yatra Oxygen) ઘટતાં તેનો શ્વાસ રૂંધાઇ જતાં તે ઘોડા પર જ ઢળી પડતા આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તે શિવધામમાં પહોંચી ગયો હતો.
આ પણ વાંચો : અમરનાથ યાત્રા રદ થતા યાત્રિકોને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટરનો સંદેશ
સરકારની મળી મદદ - આ સમગ્ર ઘટના ક્રમ અંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઇ તન્નાએ જાણકારી આપતા વધુમાં જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે તેનાં અન્ય મિત્રો તેનાથી થોડા આગળ ચાલતા જતા હતા. તેઓને જાણ થતા ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા. તેઓએ હેમંતને બનાવની જાણ કરી હતી. આથી પાટણથી અન્ય કેટલાક લોકો તરત જ દિલ્હી થઇને અમરનાથ જવા નીકળ્યા હતા. પરંતુ તેઓને દિલ્હીમાં જ રોકાઇ જવા જણાવ્યું હતું. આ દરમિયાન હાર્દિકનાં પાર્થિવ દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજો પોલીસે લીધો હતો. તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને તેની બોડી સુપ્રત કરી હતી. હાર્દિકના પાર્થિવ દેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે તેનાં મિત્રોને સરળતા રહે ને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાટણથી ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, આર.સી. પટેલ, હેમંતભાઇ તન્નાએ સી.એમ. હાઉસમાં સંપર્ક કરતાં ગુજરાત સરકારના પ્રયાસોથી હાર્દિકનાં પાર્થિવ દેહને બુધવારે સાંજે છની ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી.
આ પણ વાંચો : પ્લાસ્ટિકના કપની જગ્યાએ અપનાવી પ્રાચીન રીત...
પરિવારમાં શોકનો માતમ - હાર્દિકનાં ત્રણે મિત્રોની વિમાન ટિકિટની વ્યવસ્થા તથા પાર્થિવ દેહને અમદાવાદ લાવવાની સમગ્ર વ્યવસ્થા ગુજરાત સરકારે જ કરી આપી હતી. સાંજે શ્રીનગરમાં વાતાવરણ ખરાબ હોવાથી આ ફ્લાઇટ હવે રાત્રે (Amarnath Yatra Registration) નવ વાગે પ્રસ્થાન થયું હોવાનું જાણવા મળ્યું હતું અને અમદાવાદ લવાયો હતો. ત્યારબાદ મૃતકનાં દેહને પાટણ લઇ જવાયો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દુઃખદ ઘટનાથી તેનાં પરિવાર અને મિત્રમંડળમાં ભારે શોક પ્રસરી ગયો હતો. આ બનાવ અંગે હાર્દિકનાં પિતાને પણ મોડેથી જાણ કરાતાં તેઓ યુવાન પુત્રનાં મૃત્યુથી (Death in Amarnath Yatra) ભારે શોકમગ્ન બની ગયા હતા. મૃતક હાર્દિક રામી તેની પાછળ પત્નિ અને એક બાળક અને પરિવારને રડતો છોડીને ગયા છે.