પાટણમાં યોજાયેલ ચુંટણીમાં આશરે ૬૨ ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. સવાર થી મતદારો એ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું જો કે બપોર ના સમયે ગરમી વધતા મહદ અંશે મતદાન ધીમી ગતિ એ ચાલ્યું હતું અને સાંજ થતા જ ફરી એકવાર મતદાન ગતિ એ શરુ થયું હતું. સાંજે 6 કલાકે મતદાનની કામગીરી પૂર્ણ થતા તમામ ઈવીએમ અને વિવીપેટને શીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામસામે છેય જેમાં ભાજપમાંથી ભરત ડાભી છે તો કોંગ્રેસ માંથી જગદીશ ઠાકોરે ચુંટણી લડી રહ્યા છે ત્યારે આજે યોજાયેલ ચુંટણીના મતદાનમાં મતદારો એ પોતોનો મિજાજ મત આપી ને વ્યક્ત કર્યો છે જો કે હાલ તો ઉમેદવારો ના ભાવી ઈવીએમમાં સીલ થઇ ગયા છે અને અગામી મત ગણતરીના રોજ પાટણ બેઠક પર ભાજપનું કમળ ખીલે છે કે પછી પંજાનો પરચમ લહેરાય છે તે જોવાનું રહેશે.