ETV Bharat / state

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ પોતાના મત વિસ્તારના લોકોને રસી લેવા કરી અપીલ - Appeal for corona vaccination

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર તાલુકામાં સૌથી ઓછું રસીકરણ થતાં વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોની ચિંતા વધી છે, ત્યારે રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાના મત વિસ્તારના લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવા માટે અપીલ કરી છે.

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ પોતાના મત વિસ્તારના લોકોને રસી લેવા કરી અપીલ

author img

By

Published : Jun 11, 2021, 9:34 AM IST

  • પાટણ જિલ્લા છેવાડાના તાલુકાઓમાં રસીકરણ માટે જોવા મળી ઉદાસીનતા
  • સાંતલપુર, રાધનપુર પથંકમાં માત્ર 20 ટકા રસીકરણ થતા વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો ચિંતિત
  • રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ તેમના મત વિસ્તારના લોકોને વેક્સિને લેવા કરી અપીલ

પાટણઃ કોરોનાની બીજી લહેર ઘાતક બની આગળ વધતાં સમગ્ર માનવ જીવન પર તેની માઠી અસર પડી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ જતા સારવાર માટે અન્ય દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડતી હતી. વધતા જતાં દર્દીઓને કારણે ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી ત્યારે સંક્રમણની આ ચેન તોડવા માટે સરકાર દ્વારા રસીકરણ ઉપર વિશેષ ભાર મૂકી ગામડે ગામડે રસીકરણ ઝુંબેશ હાથ ધરી લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. જેમાં કેટલાક અંશે સરકારને સફળતા પણ મળી છે.

કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ
કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ

રસીકરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો કરી લોકોને રસી લેવા માટે અપીલ

પાટણ જિલ્લામાં પણ સરકારની સુચના મુજબ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો કરી લોકોને રસી લેવા માટે અપીલ કરાઈ છે. જેમાં મોટાભાગના લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી છે. ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં 20 ટકા જેટલું રસીકરણ થયું છે. જેને લઇને રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની ચિંતા વધી છે. રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાના મતવિસ્તાર એવા રાધનપુર, સાંતલપુર, સમી તાલુકાના લોકોને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે રસી લેવા વીડીઓ વાઈરલ કરી અપીલ કરી છે.

આ પણ વાંચો- ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન

કોરોના રસીના બે ડોઝ લેવા ધારાસભ્યએ કરી અપીલ

રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ એ પોતાના મત વિસ્તારના લોકોને રસી લેવા માટે અપીલ કરતા જણાવ્યું કે, હાલમાં કોરોના મહામારી સામે રસી એ જ રામબાણ છે. ત્યારે રસી વિશેની ખોટી અફવાઓમાં કે ભ્રમમા આવ્યા વગર પોતાના અને પોતાના પરિવારના રક્ષણ માટે દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ ફરજીયાત લેવા જોઈએ. વધુમાં ધારાસભ્યએ વીડિયોમાં જણાવ્યું છે કે, આવનારા સમયમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર અતિ ઘાતક હશે તેથી દરેક વ્યક્તિને પોતાના રક્ષણ માટે કોરોના પ્રતિરોધક રસી લેવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.