- કોમ્યુટર ઓપરેટર્સે આપ્યુ આવેદનપત્ર
- ખાનગી એજન્સી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર્સને છૂટા કરાયા
- પાટણ જિલ્લાના નવ તાલુકા મથકો પર માં કાર્ડની કામગીરી થઈ ઠપ્પ
પાટણ : રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ માટે જરૂરિયાત મંદોને રાહત મળી રહે તે માટે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડની યોજના અમલી કરી છે. જેનો મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે થતાં મોટા ઓપરેશનો વિના મુલ્યે કરાવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પરના ATVT ( Aapno Taluko Vibrant Taluko ) સેન્ટર પર માં કાર્ડ કાઢી આપવાતી એજન્સી દ્વારા એકાએક કોમ્પ્યુટર ઓપરેટર્સને ટેલિફોનિક જાણ કરીને છૂટા કરતા તેમને જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના તાલુકા મથકો પરના ATVT ( Aapno Taluko Vibrant Taluko ) સેન્ટર પર 9 કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરે છે, પણ એજન્સીએ કોઈ કારણ વગર તેમને છૂટા કર્યા છે. જેથી હાલમાં તેમને બેકાર બન્યા છે. જે માટે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે, તેવી રજૂઆત કોમ્પ્યુટર ઓપરેટર્સ દ્વારા કરવામાં આવી હતી.
ગંભીર બીમારીવાળા દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા
પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પરના ATVT ( Aapno Taluko Vibrant Taluko ) સેન્ટર પર હાલમાં માં વાત્સલ્ય કાર્ડ અને માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ હોવાને કારણે અનેક અરજદારોને ધક્કા ખાઇને પરત જવું પડે છે. ખાસ કરીને ગંભીર બીમારી વાળા દર્દીઓના પરિવારજનો નવું કાર્ડ લેવા કે રિન્યુ કરાવવા ક્યાં જવું તે અંગે મુશ્કેલીમાં મૂકાયા છે.
સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની કામગીરીમાં નિર્દોષ લોકો બની રહ્યા છે ભોગ
પાટણ જિલ્લા આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓ અને જે જગ્યાએથી માં કાર્ડ આપવાની કામગીરી ચાલુ હતી, તે કચેરીના મામલતદાર પણ કાર્ડની આ કામગીરી બંધ હોવાની વાતથી અજાણ છે. આ સાથે એજન્સીઓના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારો કોન્ટ્રાક્ટ બંધ કર્યો છે અને અમારા સેન્ટર્સ બંધ કરવા માટે સરકારમાંથી જાણ કરવામાં આવી છે. જે કારણે અમે તમામ સેન્ટર્સ બંધ કર્યા છે. આમ સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની આ કામગીરીમાં હાલ નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો -
- પાટણમાં શિક્ષણ સહાયક તરીકે 59 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા
- પાટણમાં જિમ સેંટરના સંચાલકોએ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું
- કોરોનાકાળ વચ્ચે રાધનપુરમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
- પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
- Corona vaccination Update - પાટણમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ