પાટણ શહેરમા વીકટ બનેલા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર સફેદ પટ્ટા દોરવામાં આવ્યા છે. ત્યારે સુમારે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર મેઈન બજારનું નિરીક્ષણ કરવા નિકળ્યા હતા.
ટ્રાફિકને અડચણરૂપ અને પટ્ટાની બહાર માર્ગ પર પાર્ક કરેલા દ્વિચક્રી વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. તેમજ દુકાનદારો એ દુકાનની બહાર લટકાવેલી ચીજ વસ્તુઓ તેમજ જાહેરાતના પાટિયા સહિત અવરોધરૂપ વસ્તુઓ દૂર કરી હતી.
શહેરના બગવાડા દરવાજાથી ત્રણ દરવાજા સુધીના આ અભિયાનમા 10 બાઇકો ડિટેન કરવામાં આવ્યા હતા અને વેપારીઓની ચીજવસ્તુઓ પણ જપ્ત કરતા વેપારીઓમા ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસરની આ કામગીરીને શહેરીજનોએ સરાહનીય ગણાવી હતી.