ETV Bharat / state

Stray Cattle Issue: આખલાએ આવરદા છીનવી, ઘરમાં ઘુસીને તાંડવ કરતા વૃદ્ધાનું મૃત્યુ - પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વૃદ્ધ મહિલાને આખલાએ ઈજાઓ પહોંચાડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોક છવાયો છે. તો સાથે જ નગરપાલિકા તંત્રની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.(Patan stray cattle attack)

Patan News : રાધનપુરમાં આખલાએ લીધો વૃદ્ધ મહિલાનો ભોગ

author img

By

Published : Feb 6, 2023, 11:03 AM IST

રાધનપુર ખાતે વૃદ્ધ મહિલાને આખલાએ અડફેટે લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

પાટણ : સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ કરી છે, જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચીદો બન્યો છે. શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે.

મૃત્યુંના બનાવઃ કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મૃત્યુ નિપજતા પણ હોય છે. થોડા દિવસો પહેલા અઘાર ગામે રખડતા પશુઓએ બે મહિલાઓને હડફેટે લેતા તેમના મૃત્યુ થયા હતા. છતાં જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવા કોઈ જ પગલા નહીં ભરાતા આજે વધુ એક વૃદ્ધ મહિલા રખડતા ઢોરનો શિકાર બની મૃત્યુ પામી છે.

આ પણ વાંચો : Stray Cattle Terror નવસારીમાં રખડતા ઢોર પકડ્યા પછી પશુપાલકો પાસે લેવાઈ રહી છે બાંહેધરી

આખલા એ ઘરમાં ઘુસી કર્યો હુમલો : રાધનપુર શહેરના કુંભારવાસ ખાતે રહેતા 95 વર્ષના રૂપા શીવાભાઈ પ્રજાપતિ બે દિવસ પહેલા પોતાના ઘરમાં હતા. તે દરમિયાન રસ્તે રખડતો આખલો અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આખલાએ ઘરમાં ઘૂસી અફરાતફરી મચાવી વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. આખલાના આતંકથી મહોલ્લામાં દોડધામ મચી જવા પામી હતી.

માંડ ઘરમાંથી બહારઃ આસપાસના લોકોએ એકઠા થઈ મહામુસીબતે આખલાને ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ છે. સાથે જ નગરોળ નગરપાલિકા તંત્રની રખડતા પશુઓને ડબ્બે કરવાની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar Cattle Issue: ઢોર ન ઘટતા તબેલાઓને નોટીસ, પાંચ દિવસની અવધી

તંત્રની કામગીરી સામે રોષ : અદાલતોની સક્રિયતા અને સરકારના પ્રયત્નો છતાં પાટણ જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યાનો કોઈ હલ નહીં આવતા લોકોને જાનના જોખમે રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. વૃદ્ધ લોકો ભોગ બની રહ્યા હોયને લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ઊભી થવા પામી છે. લોકો માંગ કરી રહ્યા છે કે, પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો તેમજ રાહદારીઓને પશુઓની અડફેટેથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તાકીદે પગલા લેવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.