પાટણ: આ અંગે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું કે, વેગવંતા વિકાસ સાથે રાજ્યમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોની સ્થાપના થઈ રહી છે, ત્યારે ચાણસ્મા તાલુકામાં નિર્માણ પામનાર ITI થકી નવયુવાનોને જરૂરી ટેક્નિકલ શિક્ષણ ઉપલબ્ધ બનશે. હાલ ચાલી રહેલા વ્યવસાયો ઉપરાંત અહીં જરૂરીયાત મુજબ આધુનિક સાધનોનો ઉમેરો કરી નવીન વ્યવસાયો શરૂ કરવામાં આવશે. સંકુલમાં કેન્ટીનની સુવિધા સાથે ધરમોડા ખાતે બનનારી આ રાજ્યભરની સૌપ્રથમ ITI હશે.
ચાણસ્મા તાલુકાના ધરમોડા ખાતે નિર્માણ પામનાર ITI સંકુલ 3372 ચો.મી. જગ્યામાં થીયરી ક્લાસીસ, ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, એન્જીન્યરીંગ ડ્રોઈંગ રૂમ તથા કોપા, પ્લમ્બર, વાયરમેન, વેલ્ડર, મિકેનિક, આઈ.ટી.લેબ, લાયબ્રેરી અને કેન્ટીન સહિતની સવલતો ધરાવતું બે માળનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે.