- જિલ્લામાં ધોરણ 1થી 5ના વર્ગખંડો શરૂ થયા
- શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
- વિદ્યાર્થીઓએ બે વર્ષ બાદ વર્ગખંડોમાં કર્યો અભ્યાસ
- સરકારની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કર્યો
પાટણ: સમગ્ર રાજ્યમાં કોરોનાના કેશો ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર રીતે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ (Educational start in schools) કરી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે અગાઉ ધોરણ 6થી કોલેજ કક્ષાના વર્ગખંડો શરૂ કરવાની મંજૂરી આપતા હાલમાં ધોરણ 6થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે સરકારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ વર્ગખંડોમાં અભ્યાસ કરી શકે તે માટે જાહેરાત કરતા પાટણ શહેર સહિત જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ધોરણ 1થી 5ના વર્ગખંડો શરૂ(Std. 1 to 5 schools opened in Patan) થયા છે. પ્રથમ દિવસે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી (less Attendance of students) જોવા મળી હતી.
શાળામાં ન આવી શકનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા
પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી તેમ છતાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવ્યો હતો તો આગામી દિવસોમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ શાળામાં આવી અભ્યાસ કરે તે માટે વાલીઓનો સંપર્ક કરી તેમના સંમતિપત્રક આવ્યા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવાશે. જે વિદ્યાર્થીઓ શાળામાં ન આવી શકે તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની પણ વ્યવસ્થા શાળાઓ દ્વારા કરાઈ છે. શાળાઓમાં મધ્યાહન ભોજન હાલ બંધ છે. વિદ્યાર્થીઓને ઘરેથી જ નાસ્તો લાવવાની સૂચનાઓ શાળાઓ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?
પાટણ જિલ્લામાં કુલ ૯૩૪ પ્રાથમિક શાળાઓ આવેલી છે
પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી બિપીન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કુલ ૯૩૪ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૭૯૧ સરકારી, 16 ગ્રાન્ટેડ, 108 ખાનગી શાળાઓ તથા આશ્રમ અને કેજીબી મળી 19 શાળાઓ આવેલી છે જેમાં 1,84,642 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. પ્રથમ દિવસે મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવ્યા હતા.