પાટણ: રાજ્યકક્ષાના નાણાપ્રધાન ભાગવત કરાડ પાટણની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સરકારી યોજનાઓથી લાભ મેળવેલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં સરકારની જુદી જુદી યોજનાથી લોકોને થયેલા લાભ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
નાણાંપ્રધાન સાથે સીધો સંવાદ: "પહેલાં ચૂલામાં રસોઈ બનાવતા આંખો બળતી હતી આજે ઉજજ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર મળતાં હું આરામથી રસોઈ બનાવી રહી છું. પહેલા કાચું મકાન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે મારા ઘરનાં ઘરનું સપનું સાકાર થયુ છે. વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર...." આ શબ્દો છે સરકારી યોજનાઓથી લાભ મેળવેલ લાભાર્થીઓનાં. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાન ડૉ. ભાગવત કરાડનાં અધ્યક્ષ સ્થાને આયોજીત સંવાદ કાર્યક્રમમાં લાભાર્થીઓએ નાણાંપ્રધાન સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં લોકોએ આ પ્રકારની વાત કરીને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો. બીજી તરફ કરાડે પણ પોતાના સરકારની યોજનાના વખાણ કરીને યોજના સંબંધીત વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નાણા પ્રધાન પાટણનાં બે દિવસીય પ્રવાસે: કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાન ડૉ. ભાગવત કરાડ પાટણનાં બે દિવસીય પ્રવાસે હતા. પાટણની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી છે. કન્વેન્શન હોલમાં આયોજીત સંવાદ કાર્યક્રમમાં આયુષ્યમાન યોજના, ઉજ્જવલા યોજના, PM સ્વ નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વન નેશન વન રેશન, પ્રધાનમંત્રી વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વડાપ્રધાન મુદ્રા યોજના વગેરેનાં લાભાર્થીઓએ યોજના અંતર્ગત તેઓને મળેલા લાભ અંગે વાત કરી હતી.
આ પણ વાંચો: Pavagadh Mahakali Temple : 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ સાથે પાવાગઢના વિકાસની ગતિ તેજ થશે
ડૉ. ભાગવત કરાડનું સંબોધન: કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ડૉ. ભાગવત કરાડે સંબોધનમાં જણાવ્યું હતુ કે, ઐતિહાસિક નગરી પાટણમાં આવીને સામાન્ય નાગરીકની પ્રતિક્રિયાઓ સાંભળીને ખુશી થઈ છે. ગુજરાતમાં વડાપ્રધાનનાં નેતૃત્વમાં જે યોજનાઓનો બહોળા પ્રમાણમાં અમલ થઈ રહ્યો છે તે ખરેખર સરાહનીય છે. વડાપ્રધાન માત્ર એક બટન દબાવે અને તરત જ લાભાર્થીઓ ખાતામાં પૈસા જમા થઈ જાય છે. આ માત્ર ભારત દેશમાં જ થઈ રહ્યું છે. જોકે, મહત્ત્વનું એ છે કે, જુદા જુદા હેતુસર ગુજરાતમાં આવેલા પ્રધાને નાણા વિભાગને લીઈને કોઈ જ વાત કરી નથી. આગામી દિવસોમાં દેશનું બજેટ રજૂ થવાનું છે. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. પણ રાજ્યકક્ષાના નાણાપ્રધાને અંગે ઈશારો પણ કર્યો નથી કે રાહત મળશે કે મુશ્કેલી ઊભી થશે.