ETV Bharat / state

પાટણમાં તસ્કરો સક્રિય, વધુ એક ચોરીને અંજામ આપ્યો

પાટણ શહેરમાં તસ્કર ટોળકીએ ડેરાતંબૂ નાખ્યાં હોય તેમ મંગળવારે જ્વેલર્સની બે દુકાનોને નિશાન બનાવી રૂપિયા 7.39 લાખના દાગીનાની ચોરી કરી છે. આ ચોરી કર્યાના 24 કલાકમાં જ ફરી ગતરાત્રે ખેડૂત બીજ કેન્દ્રની દુકાન તોડી તિજોરી જ ઉઠાવી ગયાં હતાં. જયારે સવારના સમયે પણ ATMમાં તોડફોડ કરી હતી. જોકે આ પ્રયાસમાં ચોર સફળ થઈ શક્યાં ન હતાં. ચોરીના આ બનાવોને પગલે લોકોમાં ફફડાટ છે.

Farmer Seed Center
Farmer Seed Center
author img

By

Published : Feb 4, 2021, 7:02 PM IST

Updated : Feb 4, 2021, 10:58 PM IST

  • પાટણમાં બીજા દિવસે પણ તસ્કરોની રંજાડ
  • ખેડૂત બીજ કેન્દ્રની દુકાન તોડી તિજોરી ઉઠાવી ગયા
  • સતત બે દિવસથી થતી ચોરીઓને લઇ વેપારીઓમા ફફડાટ

પાટણ: શહેરના ચતુર્ભુજ બાગની પાછળના ભાગે ખેડૂત બીજ કેન્દ્રની દુકાનમાં ગતરાત્રે તસ્કરોએ તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કરી ગલ્લા સાથેની તિજોરી ઉઠાવી ગયા હતા. તસ્કરોએ દુકાનના તાળા તોડી ચતુર્ભૂજ બાગમાં નાખ્યા હતા. આ દુકાનમાં ચોરી કરનાર તસ્કરે તિજોરીનો તુટેલો નકુચો બાગની દિવાલ પાસે મુકી રૂપિયા. 5000ની રોકડ તેમજ અન્ય જરૂરી ડોકયુમેન્ટ સાથે તિજોરી લઇ ફરાર થઇ ગયા હતા.

ચોરનો એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ થયો એમ લખી શકાય

ધોળા દિવસે ATMમાં તોડફોડ કરતા ચકચાર

જયારે અન્ય ચોરીની ઘટનામાં આનંદ સરોવર સામે આવેલ Axis બેંકના ATMને તોડી તેને નુકસાન કરતાં ચકચાર મચી જવા પામી છે. કોઇ અજાણ્યા ચોરે Axis બેંકના ATMમાં પ્રવેશ કરી ATMના મશીનને ઉપરના ભાગેથી તોડીને ખુલ્લુ કરી નાખ્યું હતું. આ ચોરે આટલેથી ન અટકતા ATMના નીચેના ભાગે રોકડ રકમ ભરેલ બોક્સને પણે તોડવાની કોશિષ કરી હતી. ત્યારે આ ઘટના અંગેની જાણ Axis બેંકના અધિકારીને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પાટણ બી ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.

Last Updated : Feb 4, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.