પાટણ ભાજપ શાસિત સિદ્ધપુર નગરપાલિકાનો વહીવટ ખાડે (Siddhapur Nagarpalika Administration disrupted) જતા અને પ્રજાલક્ષી વિકાસ કામો નહીં થતા આજે વોર્ડ નંબર 2માંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવક દિનેશ પટેલ અને ત્રણ અપક્ષના નગરસેવકો મળી કુલ ચાર સભ્યોએ એકી સાથે રાજીનામા આપી દેતા સિદ્ધપુરનું રાજકારણ ગરમાયુ (Political heat before the elections in Siddhpur) છે. આગામી દિવસોમાં સત્તાધારી ભાજપ પક્ષના જ કેટલાક કોર્પોરેટરો રાજીનામું આપશે. તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.
દોઢ વર્ષથી એક પણ સમસ્યાનું નિરાકરણ નહીં સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં (Siddhpur Nagarpalika Ward 2) આવેલા વિવિધ વિસ્તારોની પાણી, રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર જેવા પ્રશ્નોને લઈને વિસ્તારના રહીશોએ આ વોર્ડમાંથી ચૂંટાયેલા નગર સેવકોને રજૂઆતો કરી હતી. જે સંદર્ભે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે. તે માટે નગરપાલિકામાં લેખિત અને મોખિકમાં રજૂઆતો (Siddhpur Nagarpalika Written and Oral Application) કરી હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી એક પણ સમસ્યાનું નિરાકરણ ન થયું હતું. જેથી ના છુટકે સત્તાધારી ભાજપ પક્ષના એક અને અપક્ષના ત્રણ મળી કુલ ચાર સભ્યોએ એકી સાથે રાજીનામા આપી દેધા હતી. જેને કારણે સિદ્ધપુરના રાજકારણમા હલચલ મચી છે.
રાજકીય જસ ખાટવા પાલિકા પ્રમુખનો આક્ષેપ વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યોના રાજીનામાં મામલે પાલિકા પ્રમુખે (Siddhpur Nagarpalika President) જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2 માં કરોડ ઉપરાંતના વિકાસલક્ષી કામો મંજૂર કરાયા છે હાલ આ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી (Drainage works in Siddhpur) ચાલુ છે જે પૂર્ણ થયા બાદ રોડ રસ્તા સહિતના કામો કરાશે આ રાજીનામા રાજકીય જસ ખાટવા આપવામાં આવ્યા છે.
રાજકીય માહોલ ગરમાયો વિધાનસભાની ચૂંટણીઓના પડગામ વચ્ચે જ સત્તાધારી પક્ષ સામે નારાજગી દર્શાવી શાસક પક્ષના કોર્પોરેટર દિનેશ પટેલ અને અપક્ષના વિકાસ પ્રજાપતિ, નિરમા ઠાકોર અને નીતા પટેલે રાજીનામું આપ્યું હતું. જેથી રાજકીય માહોલ ગરમાયો છે. પ્રજાલક્ષી કામો પ્રત્યે ઉદાસીન વલણને લઈ આગામી દિવસોમાં શાસક પક્ષના જ કેટલાક કોર્પોરેટરો રાજીનામા આપનાર હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે.