પાટણ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડીઝલની અછત અને ભાવ વધારાને (Siddhanpur MLA letter PM) કારણે દરેક વ્યક્તિ પરેશાની ભોગવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ડીઝલનો જથ્થો જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે પૂરો પાડવામાં આવે તેવી માંગ સાથે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે (Chandanji Thakore PM wrote letter) રાજ્યના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.
આ પણ વાંચો : Petrol Diesel Price in Gujarat : ક્યાં શહેરમાં કેટલો પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો
કેન્દ્રમાં ડીઝલની અછત - ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્યદક્ષ છે. તેમજ છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પર વધારેલા ટેક્સને લઈને આમ આદમીને જિંદગી જીવવી મુશ્કેલ બની છે. જેને લઈને હાલમાં રાજ્ય અને કેન્દ્રમાં ડીઝલની અછત વર્તાઈ છે. જેના કારણે ગુજરાતના 125 ST ડેપો ઉપર પણ તેની અસર પડી છે. સાથે સાથે ડીઝલ પેટ્રોલના ભાવ વધવાને કારણે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં એસટી બસોને ખાનગી ડીઝલ પંપ ઉપર ડીઝલ ભરાવું પડે છે તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ પોતાનું (Petrol Diesel Price in Gujarat) જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આ પણ વાંચો : પેટ્રોલ પુરાવીને બાઇક સ્ટાર્ટ કરતા લાગી આગ, ઘટના થઈ સીસીટીવીમાં કેદ
મુખ્યપ્રધાન -વડાપ્રધાનને લખ્યો પત્ર - સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ડીઝલ પેટ્રોલ ઉપરનો ટેક્સ દૂર કરી લોકોને પરવડે તે ભાવે અને જરૂરિયાત મુજબ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઉપલબ્ધ બનાવવા ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર (Letter PM Regarding petrol and diesel) લખી રજૂઆત કરી છે. ઉલ્લખનીય છેલ્લે છે કે, એક તરફ પેટ્રોલ - ડીઝલના ભાવને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ - ડીઝલની અછતની વાતોથી લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.