ETV Bharat / state

Patan News: ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા પાટણના શિવાલયો, ભાવિકોનો ભારે ઘસારો

પાટણ શહેર સહીત જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. શહેરના વિવિધ શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો શિવ આરાધનામાં લીન બન્યા છે. શિવ મંદિરોમાં દર્શન માટે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Aug 20, 2023, 10:36 AM IST

shivalayams-of-patan-resounded-with-the-sound-of-om-namah

ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા પાટણના શિવાલયો

પાટણ: શિવ ઉપાસના નો પરમ મહિનો એટલે શ્રાવણ મહિનો. આ મહિનામાં શિવ ભક્તો શિવ આરાધના અને ઉપાસના કરે છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાનો ભક્તિમય માહોલમાં શુભારંભ થયો છે. પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ શિવભક્તો શિવ આરાધનામાં પ્રવૃત્તિમય બન્યા છે.

સદા શિવની વિશેષ પૂજા અર્ચના: શિવાલયોમાં પૂજારી સહિત સાધકો આરાધકોએ શિવજીને બીલીપત્ર તથા દુગ્ધા અભિષેક અને જલાભિષેક સહિત બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના અને આરતી ઉતારવાના લાભ લઇ રહ્યા છે. શ્રાવણ માસની શરૂઆત સિદ્ધયોગથી થતા શિવભક્તિમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. પાટણ શહેરના સિધ્ધનાથ મહાદેવ છત્રપતિશ્વર મહાદેવ બગેશ્વર મહાદેવ હરિહર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભગવાન સદા શિવની વિશેષ પૂજા અર્ચના કરે છે.

મહાકાલેશ્વરની પાલખી યાત્રા નીકળશે: પાટણ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં દર સોમવારે ભગવાન સદાશિવની અલગ અલગ આંગી તેમજ મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ત્રીજા સોમવારે મહાકાલેશ્વરની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાચીન શિવ મંદિરો: પાટણ શહેર એ ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. જેને કારણે આ પવિત્ર ભૂમિ પર અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં જ આ શિવ મંદિરોમાં અનોખું વાતાવરણ સર્જાય છે. પાટણ સહિત આસપાસના ગામોમાંથી શિવ ભક્તો શિવજીને રિઝવવા આ શિવાલયોમાં ઉમટી પડે છે.

  1. Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને અર્કપુષ્પનો શ્રૃંગાર, દર્શન કરીને શિવભક્તો થયા અભિભૂત
  2. Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને કરાયો સવા લાખ બિલ્વપત્રનો ઔલોકિક શણગાર, ભાવિકો થયા અભિભૂત

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.