પાટણ: સિદ્ધપુર શહેરમાંથી પોલીસને પણ પરસેવો વળી જાય એવી ઘટના સામે આવી છે. પીવાના પાણીની પાઇપલાઇનમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા કેસ ઉકેલવા માટે સિદ્ધપુર પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લાઈનમાંથી આવતું પાણી બંધ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બે દિવસ સુધી સતત વોટર સપ્લાય બંધ રહેતા ખોદકામ કરવા સુધીની કામગીરી કરવામાં આવી હતી. અવશેષોની તપાસ કરી રહેલા તબીબોએ વધુ તપાસ માટે અમદાવાદ FSLની મદદ લેવા માટે પણ તૈયારી દર્શાવી છે. સમગ્ર કેસ સામે આવતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
![સિધ્ધપુરમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-agirlsbodywasfoundinadrinkingwaterpipelineinsiddhpur-video-gj10046_16052023225336_1605f_1684257816_739.jpg)
મૃતદેહ કોનો છે અને પાણીની પાઇપલાઇનમાં કઇ રીતે આવ્યો: પાણીની પાઇપલાઇન માંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા નગરપાલિકાની ટીમ દ્વારા આ અંગે સિદ્ધપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પી.આઈ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી હતી. મૃતદેહ કોનો છે અને પાણીની પાઇપલાઇનમાં કઇ રીતે આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ નગરપાલિકા કારોબારી ચેરમેન પણ જણાવ્યું હતું કે, આ મૃતદેહ કોનો છે તે તે જાણી શકાયું નથી.
![સિધ્ધપુરમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-agirlsbodywasfoundinadrinkingwaterpipelineinsiddhpur-video-gj10046_16052023225336_1605f_1684257816_407.jpg)
"આજે ખોદકામ દરમિયાન પાઇપલાઇનમાંથી માનવ મૃતદેહ મળી આવ્યો છે. જેથી આ મૃતદેહ કોનો છે. તે માટે મૃતકના અવશેષોને પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃતદેહ કોનો છે તેની જાણકારી મળશે" -જે.બી.આચાર્યv (સિધ્ધપુર પી આઈ)
શુ કહ્યું સિધ્ધપુર પી આઈએ: જે.બી.આચાર્ય સિધ્ધપુર પી આઈએ આપેલી માહિતી અનુસાર નગરપાલિકાની ટીમે પોલીસને જાણકારી આપી હતી. જે બાદ કેસની તપાસ કરવામાં આવી છે. હાલ આ મૃતદેહ કોનો છે તે જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. કઈ રીતે અહીંયા સુધી મૃતદેહ આવ્યો, તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.