પાટણઃ રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rainfall forecast in the state) છે. ત્યારે પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ (Heavy Rain in Patan) બન્યું છે. અહીં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમ તહેનાત (SDRF team standby in Patan) કરવામાં આવી છે. આ ટીમ આપત્તિ સમયે લોકોના જાનમાલને બચાવવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.
SDRF ટીમ સ્ટેન્ડ ટૂ - રાજ્ય સરકારે પાટણ જિલ્લામાં SDRFની ટીમને સ્ટેન્ડ ટૂ (SDRF team standby in Patan) રાખી છે. આ ટીમમાં 20 જેટલા સભ્યો છે, જે વધુ વરસાદ વચ્ચે લોકોને બચાવવા માટે કામ કરી શકે છે. SDRFની ટીમ (SDRF team standby in Patan) પાસે અત્યાધુનિક સાધનસામગ્રી પણ છે. જ્યારે લાઈફ જેકેટ તેમ જ આધુનિક બોટથી તેઓ વધુ વરસાદમાં આપત્તિના સમયે જાનમાલને બચાવવા કટિબદ્ધ છે.
શરૂ કરાયો કન્ટ્રોલ રૂમ - ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમ જ તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ (control Room started in Patan) તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 24 કલાક કર્મચારીઓને હાજર રહી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટીએ નગરપાલિકાથી લઈ તાલુકા પંચાયત સુધી આપત્તિ અથવા વધુ વરસાદના સમયે નુકસાન ન થાય તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો- ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'
કલેક્ટરે કરી અપીલ - સાથે જ જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તો વધુ વરસાદ થાય અને કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમને (control Room started in Patan) ફોન કરી જાણ કરવી તેવો અનુરોધ કર્યો છે, જેથી રાહત અને મદદની કામગીરી તાત્કાલિક કરી શકાય. જિલ્લાના વહીવટી તંત્ર તેમ જ તમામ વિભાગના અધિકારીઓ સ્ટેન્ડ ટૂ છે. આથી કોઈ પણ આપત્તિની સમસ્યાને પહોંચી શકાય.
આ પણ વાંચો- કચ્છમાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોની મદદ માટે સામે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા - આપત્તિ જેવી કે ભારે વરસાદ, પૂર વગેરે વખતે નીચે જણાવેલ નંબરનો સંપર્ક કરવો - મામલતદાર કચેરી પાટણ ( ગ્રામ્ય ) 02766-230700, મામલતદાર કચેરી, સિદ્ધપુર 02767-220071, મામલતદાર કચેરી, સરસ્વતી 02766-299140, મામલતદાર કચેરી, ચાણસ્મા 02734-222021, મામલતદાર કચેરી, હારીજ 02733-222076, મામલતદાર કચેરી, સમી 02733-244333, મામલતદાર કચેરી, શંખેશ્વર 02733 -273102, મામલતદાર કચેરી, રાધનપુર 02746- 277310, મામલતદાર કચેરી, સાંતલપુર 02738- 224125.