ETV Bharat / state

કોરોના કાળમાં લોકોની સેવા કરવા બદલ પાટણના સંત દોલતરામ મહારાજને લંડનની સંસ્થાએ એવોર્ડ આપ્યો - બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થાના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ઠાકોર

પાટણ તાલુકાના નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજે કોરોના મહામારી દરમિયાન અનેક લોકોની સેવા કરી હતી, જેની નોંધ લઈને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (London's World Book of Records) નામની સંસ્થાએ તેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી સન્માનિત કર્યા હતા. રવિવારે નોરતા આશ્રમમાં સંસ્થાના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટના હસ્તે સાધુ-સંતો, રાજકીય આગેવાનો અને સેવકોની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના કાળમાં લોકોની સેવા કરવા બદલ પાટણના સંત દોલતરામ મહારાજને લંડનની સંસ્થાએ એવોર્ડ આપ્યો

author img

By

Published : Aug 9, 2021, 8:32 AM IST

  • પાટણ પંથકના સંતનું લંડનની સંસ્થાએ એવોર્ડથી સન્માન કર્યું
  • સંતે કોરોના મહામારી દરમિયાન કરેલી સેવાની સંસ્થાએ લીધી નોંધ
  • સંસ્થાએ લોકસેવાના કાર્યોની તપાસ અને સરવે કર્યા સંતને આપ્યો એવોર્ડ
  • રાજકીય આગેવાનો, સાધુ-સંતો અને સેવકોની ઉપસ્થિતિમાં કરાયું સન્માન

પાટણઃ તાલુકાના નોરતા ગામમાં શિકારીમાંથી અલૌકિક શક્તિ ગ્રહણ કરી સંત થનારા નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગાદી પર દોલતરામ મહારાજ નરભેરામ મહારાજના પગલે ચાલીને સમાજમાં લોકહિતના કાર્યો કરી રહ્યા છે. ત્યારે આ સંતે વૈશ્વિક કોરોના મહામારી (Corona Global Epidemic)માં 10,000થી વધુ લોકોને રાશન કિટ, જરૂરિયાત પરિવારને રોકડ સહાય, હોસ્પિટલોમાં ટિફિન સેવા, જરૂરી વિસ્તારોમાં મહિનાઓ સુધી ભોજનની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફને પ્રોત્સાહન સહિતની કામગીરી કરી હતી. તેમની આ કામગીરીને જોતા વિશ્વની અગ્રણી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડને (World Record of London, the world's leading organization) દોલતરામ મહારાજને સન્માનિત કર્યા હતા. લોકસેવાની તપાસ અને સરવે કર્યા પછી જ આ સંસ્થાએ તેમને એવોર્ડ આપ્યો હતો.

કોરોના કાળમાં લોકોની સેવા કરવા બદલ પાટણના સંત દોલતરામ મહારાજને લંડનની સંસ્થાએ એવોર્ડ આપ્યો
પાટણ પંથકના સંતનું લંડનનીએ એવોર્ડથી સન્માન કર્યું

આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત

દોલતરામ મહારાજને 'ઓનરેબલ સર્ટિફિકેટ' એનાયત કરાયું

રવિવારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થાના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ઠાકોરના હસ્તે પંથકના સાધુ-સંતો રાજકીય આગેવાનો ભક્તો અને સેવકોની ઉપસ્થિતિમાં દોલતરામ મહારાજને 'ઓનરેબલ સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યું હતું. દોલતરામ મહારાજે પોતાને મળેલા આ સન્માનો શ્રેય ભક્તો, સેવકોને અર્પણ કર્યો હતો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો- સુરતના કોસાડ વિસ્તારમાં બનેલા ઈંટના મકાનની ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી

સંસ્થા દ્વારા સતત બે મહિના સુધી કરવામાં આવ્યો સરવે

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થાના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ઠાકોરે જણાવ્યું હતું કે, દોલતરામ મહારાજે કોરોના કાળમાં કરેલી લોકસેવાની પ્રવૃત્તિઓની સાથે સાથે અનેક સમાજ ઉપયોગી સેવાના કાર્યોની તપાસ અને સરવે કર્યો હતો. સતત બે મહિના સુધી સરવે કર્યા પછી તેમને એવોર્ડ અપાયો છે.

પાટણ પંથકનું નામ ફરી એકવાર વિશ્વકક્ષાએ ગૂંજતુ થયું

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત નોરતા આશ્રમના દોલતરામ મહારાજને સંત સમુદાયમાંથી આ પ્રકારનો વૈશ્વિક એવોર્ડ મળતા પાટણ પંથકનું નામ વિશ્વ કક્ષાએ ફરી એકવાર ગુંજતું થયું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તો અને સેવકોએ ઉપસ્થિત રહી દોલતરામ મહારાજનું અભિવાદન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.