ETV Bharat / state

પાટણના બિસ્માર માર્ગોથી વાહનચાલકો ત્રસ્ત

પાટણમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત પડેલા વરસાદને પગલે શહેરમાં તાજેતરમાં જ પેવર કરવામાં આવેલા માર્ગોનું ધોવાણ થવાથી ઠેર ઠેર ખાડા પડ્યા છે. જેને લઇને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આવા માર્ગ ઉપરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે દુષ્કર બન્યું છે.

પાટણના બિસ્માર માર્ગો
પાટણના બિસ્માર માર્ગો
author img

By

Published : Aug 17, 2020, 7:00 PM IST

પાટણ: શહેરમાં એક સપ્તાહથી મેઘરાજાએ મહેર કરી અનાધાર વરસતા શહેરના મહોલ્લા પોળો સહિતના મુખ્ય માર્ગોની હાલત બત્તર બની છે. હિંગળાચાચરથી જુનાગંજ તરફ જવાનો માર્ગ, જનતા હોસ્પિટલ માર્ગ, કસાવાડાથી મીરા દરવાજા તરફનો માર્ગ,દોશીવટથી ગંજશહીદ પીરનો માર્ગ,કાલી બજાર, રાજકાવડો,બુકડી,તથા સલવિવાડા સહિતના માર્ગો પણ વરસાદી પાણીના કારણે ધોવાણ થતા માર્ગોપર ઠેર ઠેર ખાડા પડ્યા છે. જેને લઇ અહીંથી પસાર થતા વાહનચાલકોની સ્થિતિ કફોડી બની છે.તો કેટલાક વાહનો ખાડામાં પટકાતા નુકસાનગ્રસ્ત પણ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તો બીજી તરફ દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાઈ ઇજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો પણ બન્યા છે.

પાટણના બિસ્માર માર્ગો
પાટણના બિસ્માર માર્ગો

શહેરના મોટાભાગના માર્ગોપર ચોમાસા પૂર્વે જ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે વિવિધ ગ્રાન્ટમાંથી પેવરનું કામ કરાવવામાં આવ્યું હતું.જોકે હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને કારણે ટૂંકાગાળામાં જ પ્રથમ વરસાદે પેવર કરેલા માર્ગોનું ધોવાણ કરતા માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર તાકીદે આ બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાટણના બિસ્માર માર્ગો
પાટણના બિસ્માર માર્ગો
પાટણ શહેરના બિસ્માર માર્ગો બાબતે પાટણ નગર પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા 5 કરોડના ખર્ચે નવીન ડામર રોડ રિસરફેશિંગ કામના વર્ક ઓડર આપી દેવાયા છે. લોકડાઉનને કારણે કામ થયું ન હતું, ત્યાર બાદ ચોમાસુ બેસી જતા માર્ગોનું કામ થયું નથી.ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત શહેરમાં જે માર્ગો નથી બનવાના પણ ચોમાસામાં તૂટી ગયા છે તેવા માર્ગોના રિપેરીગ માટે રૂપિયા દોઢ કરોડના વર્ક ઓડર પણ આપી દેવાયા છે, જે કામ ચોમાસા બાદ શરૂ કરાશે. હાલમાં નગરપાલિકા દ્વારા તૂટેલા માર્ગોપર માટી અને બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.