ETV Bharat / state

પાટણના જામઠા ગામેથી વિશાળકાય અજગરનું કરાયું રેસ્ક્યુ - પાટણ લોકલ ન્યુઝ

પાટણ નજીક જામઠા ગામે શુક્રવારે રાત્રે અજગર દેખાયો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પાટણ વનવિભાગ અને જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાને કરી હતી. આ સંસ્થાના કાર્યકરોએ તાત્કાલિક જામઠા ગામે પહોંચી ભારે જહેમત બાદ 12 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.

પાટણના જામઠા ગામેથી વિશાળકાય અજગરનું કરાયું રેસ્ક્યુ

author img

By

Published : Dec 12, 2020, 6:37 PM IST

  • જામઠા ગામેથી 12 ફૂટના અજગરનું કરાયુ રેસ્ક્યુ
  • વનવિભાગ અને જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા રેસ્ક્યુ
  • આ વિસ્તારમાં અવારનવાર જોવા મળે છે અજગર

પાટણઃ શહેર નજીક જામઠા ગામે શુક્રવારે રાત્રે અજગર દેખાયો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પાટણ વનવિભાગ અને જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાને કરી હતી. આ સંસ્થાના કાર્યકરોએ તાત્કાલિક જામઠા ગામે પહોંચી ભારે જહેમત બાદ 12 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.

પાટણના જામઠા ગામેથી વિશાળકાય અજગરનું કરાયું રેસ્ક્યુ
પાટણના જામઠા ગામેથી વિશાળકાય અજગરનું કરાયું રેસ્ક્યુ

અવારનવાર જોવા મળે છે અજગર

જિલ્લાના સરસ્વતી તાલુકાના અંતરિયાળ ગામોમાં અવારનવાર અજગરો દેખાય છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ અજગરને પકડી સલામત સ્થળે છોડી આવ્યા છે. અવારનવાર ખેતરોમાં દેખાતા અજગરને પગલે ખેતી કામ કરતા અને ગામલોકોમાં ભય રહે છે. ત્યારે શુક્રવારે ફરી એકવાર રાત્રે જામઠા ગામની સીમમાં વિશાળકાય અજગર નજરે પડયો હતો.

અજગરનું રેસ્કયુ કરી વન વિભાગને સોંપ્યો

આ બાબતે ગામના લોકોએ પાટણ વનવિભાગ અને જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાને જાણ કરતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક જામઠા ગામે દોડી આવ્યા હતા. મહામુસીબતે અજગરનું રેસ્ક્યુ કરી પાટણ વન વિભાગને સુપરત કર્યો હતો.

અજગરને સલામત સ્થળે છોડ્યો

વન વિભાગ દ્વારા પકડવામાં આવેલા 12 ફૂટ લાંબો અને 60 કિલો વજન ધરાવતા અજગરના શરીરના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. તેની સારવાર કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.