ETV Bharat / state

પાટણમાં મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રોડ રસ્તાના વિકાસ કામોનો પ્રારંભ - Gujarat News

મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજનાની પેટા યોજના હેઠળ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી નવીન ડામર રોડ રસ્તાના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.

ખોખરવાડાથી રતનપોળ સુધીના માર્ગના નવીનીકરણનો પ્રારંભ

author img

By

Published : Oct 6, 2020, 10:59 AM IST

પાટણઃ નગરપાલિકા તંત્ર દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી નવીન ડામર રોડ રસ્તાના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના ખોખરવાડા ચોકથી રતનપોળ સુધીના બિસ્માર બનેલા માર્ગના નવીનીકરણનો પ્રારંભ નગર સેવકે વિધિવત રીતે શરૂ કરાવ્યો હતો.

પાટણ શહેરમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે શહેરના વિવિધ માર્ગોનું ધોવાણ થયુ છે. શહેરના ખોખરવાડા ચોકથી રતનપુર સુધીનો માર્ગ ઉબડખાબડ બનતા અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજનાની પેટા યોજના હેઠળ મુખ્યપ્રધાન યોજનાની વર્ષ 2017- 18ની ગ્રાન્ટ પૈકી 25 લાખના ખર્ચે ખોખરવાડા ચોકથી રતનપોળ સુધીના બિસ્માર બનેલા માર્ગના નવીનીકરણનો પ્રારંભ આ વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકાના સભ્યએ વિધિવત શરૂ કરાવ્યો હતો.

પાટણમાં મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રોડ રસ્તાના વિકાસ કામોનો પ્રારંભ
આગામી સમયમાં આ યોજના હેઠળ જુદા જુદા 18 વિસ્તારોમાં રોડની કામગીરી કરવામાં આવશે. તેમ જ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ટૂંક સમયમાં વોટર ડ્રેનેજ યોજનાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.