ETV Bharat / state

પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક

હાલમાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલ્સમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તે બાબતે સરકાર અને તંત્રએ વિવિધ ઓક્સિજન પ્લાન્ટને અગ્રતા આપી છે. ત્યારે પાટણ જિલ્લાના એકમાત્ર ઓક્સિજન પ્લાન્ટ ખાતે સરકારના નિયમ મુજબ ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ કરવા સહિત વિતરણની કામગીરી પોલીસની નિગરાની હેઠળ કરવામાં આવી રહી છે.

પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક
પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક
author img

By

Published : Apr 23, 2021, 10:46 PM IST

  • એક કલાકમાં 45 બોટલ ભરવાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છે
  • રોજની 1,200 જેટલી ઓક્સિજનની બોટલો ભરવામાં આવે છે
  • પ્લાન્ટમાં 21 હજાર લિટરની ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવી છે

પાટણઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાને પગલે હોસ્પિટલમાં બેડ, રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી મહત્વની સુવિધાની અછત ઉભી થવા પામી છે. વધતા જતા કોરોના કેસને લઈ ઓક્સિજનની માગ વધતા તેની ભારે અછત વર્તાઈ રહી છે.

પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક

આ પણ વાંચોઃ રાજ્યના જિલ્લાઓમાં ઑક્સિજનની પુરવઠા અને સ્થિતિ અંગેનો ETV ભારતનો રિયાલીટી ચેક

વિવિધ હોસ્પિટલોમાં સરકારના નિયમ મુજબ વિતરણ કરાય છે

ETV Bharat દ્વારા જિલ્લામાં આવેલા એક માત્ર ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્લાન્ટ ખાતેથી જિલ્લાના 9 તાલુકામાં આવેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં ઓક્સિજન સિલિન્ડરોને રિફિલિંગ કરી તેનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ પ્લાન્ટમાં 21 હજાર લિટરની ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. એક કલાકમાં 45 બોટલ ભરવાની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ થકી રોજની 1,200 જેટલી ઓક્સિજનની બોટલો ભરવામાં આવે છે. વિવિધ હોસ્પિટલોમાં સરકારના નિયમ મુજબ વિતરણ કરવામાં આવે છે.

પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક
પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક

આ પણ વાંચોઃ રિયાલિટી ચેક - જૂનાગઢની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પરિસ્થિતિ

ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થતા ઓક્સિજન પ્લાન્ટનું મહત્વ વધી ગયું છે

અત્યાર સુધી ઓક્સિજન સિલિન્ડરોની માગ અમર્યાદિત રહેતી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર ગંભીર બનતા અને કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થતા ઓક્સિજન પ્લાન્ટનું મહત્વ વધી ગયું છે. જેને લઇને ઓક્સિજન પ્લાન્ટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસની નિગરાની હેઠળ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ્સમાં આ ઓક્સિજન પ્લાન્ટ પરથી ઓક્સિજન સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.