11મી સદીમાં રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમા કલા કોતરણીના બેનમૂન શિલ્પ સ્થાપત્યને સ્થાપિત કરી નારી સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ વર્ષો પહેલા પૂરું પાડ્યું હતું. પરંતુ સમયાંતરેઆ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, ત્યારે 20મી સદીમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારાઆ વાવનું ઉત્તખન્ન કરવાની શરૂઆત કરી તેના મૂળ સ્વરૂપમાં ફરીથી પ્રસ્થાપિત કરી છે. ત્યારે રાણીની વાવના ઈતિહાસને ઉજાગર કરવા દર વર્ષે રાણકી વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા રાણકી વાવ વિરાસત સમારોહ નું બે દિવસ માટે આયોજન કર્યુ હતું. બે દિવસ ચાલેલા આ ઉત્સવમાં રાણકી વાવને અદભૂત લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવી હતી. આ રોશનીથી શિલ્પ સ્થાપત્યો સોળે કલાએ ખીલી ઉઠ્યા હતા. રાણકી વાવ ખાતે સર્જાયેલાઆ નયન રમ્ય નજારાને જોવા માટે પ્રવાસીઓ હાડથીજવતી ઠંડીમા પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વાવનાઆ જાજરમાન અને નયન રમ્ય નજારાને જોઈ દંગ રહી ગયા હતા.