ETV Bharat / state

Rani Ki Vav Patan: રાણીની વાવને રોશનીથી સજ્જ કરી રાત્રી દરમિયાન ખુલ્લી રાખવા પાટણના સાંસદની માંગ

પાટણમાં આવેલી ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણીની વાવને (Rani Ki Vav Patan)નિહાળવા માટે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન કિશન રેડીને રાણીની વાવમાં સુવિધાઓમાં વધારો કરવા તેમજ રાત્રી દરમિયાન રાણીની વાવ પરિસરમાં રોશની કરી પર્યટકો રાત્રે પણ વાવ નિહાળી શકે તે માટે પરિસર(Tourists In Rani Ki Vav) ખુલ્લુ મુકવા પત્ર લખી રજૂઆત કરી હતી.

Rani Ki Vav Patan: રાણીની વાવને રોશનીથી સજ્જ કરી રાત્રી દરમિયાન ખુલ્લી રાખવા પાટણના સાંસદની માંગ
Rani Ki Vav Patan: રાણીની વાવને રોશનીથી સજ્જ કરી રાત્રી દરમિયાન ખુલ્લી રાખવા પાટણના સાંસદની માંગ
author img

By

Published : Feb 5, 2022, 10:27 PM IST

પાટણ: વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં પ્રવાસીઓની (Tourists In Rani Ki Vav) સુવિધા અને સગવડ વધે તથા રાત્રિ દરમિયાન વાવને રોશની સજ્જ કરી પ્રવાસીઓ માટે રાત્રે પરિસર(Rani Ki Vav Patan) ખુલ્લું રાખવા પાટણ સાંસદે કેન્દ્રીય પર્યટન પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ

પાટણમાં આવેલી ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણીની વાવને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ (Foreign tourists at rani ki vav)આવે છે. રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય અને કલા કૃતિ જોઈ અભિભૂત થાય છે. ત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી રાણીની વાવમાં વર્ષો પછી વિવિધ અદ્યતન સુવિધાઓ અને સગવડ માટે નવા કોઈ વિકાસના કામો કરવામાં ન આવતા રાણીની વાવની છબી વિદેશીપર્યટકો સમક્ષ ઝાંખી પડી રહી છે. જે બાબતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન કિશન રેડીને રાણીની વાવમાં સુવિધાઓમાં (MP made a presentation to the Minister of Tourism )વધારો કરવા તેમજ રાત્રી દરમિયાન રાણીની વાવ પરિસરમાં રોશની કરી પર્યટકો રાત્રે પણ વાવ નિહાળી શકે તે માટે પરિસર ખુલ્લુ મુકવા પત્ર લખી રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ નિહાળો તસ્વીરોમાં રાણકી વાવનો આહ્લાદક નઝારો...

કેન્દ્રીય પર્યટન પ્રધાને સુવિધાઓ શરૂ કરવા સાંસદને ખાત્રી આપી

પાટણના સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય પર્યટન પ્રધાન કિશન રેડ્ડીએ સંબંધિત વિભાગને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી છે. સાથે સાથે રાણીની વાવ પરિસરમાં સુવિધાઓ વધારાશે તેવી સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાને સાંસદને પત્ર લખી હૈયાધારણા આપી છે.
આ પણ વાંચોઃ Rani Ki Vav Patan: પાટણની રાણીની વાવે 2021માં કરી આટલી કમાણી, અઢી લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.