રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ આ મત વિસ્તારમાં એક પછી એક ગામના લોકો પ્રાથમિક સુવિધાઓ અને ગ્રામજનોને સતાવતા પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આ ચૂંટણીમાં આ મુદ્દાને કેન્દ્રસ્થ કર્યો છે.
આજે રાધનપુર તાલુકાના રંગપુરા ગામના ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે, આ ગામની શાળાએ જવા માટે રસ્તા પર તથા શાળાના પ્રાંગણમાં વરસાદી અને ગંદુ પાણી ભરાઈ રહેવાથી શાળાના બાળકોથી લઈ શિક્ષકો તેમજ ગ્રામજનો હાલાકી ઉઠાવી રહ્યા છે.
ત્યારે આજે ગ્રામજનો ભેગા થઈ પહેલા ગંદા પાણીનો નિકાલ કરવામા આવે અને ત્યારબાદ જ ઉમેદવાર મત માંગવા આવે તેવી માગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
બરાબર ચૂંટણીના સમયે ગામ લોકોના વિરોધને પગલે ઉમેદવારો ચિંતામાં મુકાયા છે, તેથી રાજકીય પાર્ટીઓ હવે આ ગામલોકોને સમજાવવા પરસેવો પાડી રહ્યા છે.