ETV Bharat / state

રાધનપુર પેટાચૂંટણી: તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ, મતદાન માટે ચૂસ્ત બંદોબસ્ત - વિધાનસભાની પેટાચૂંટણી

રાધનપુર: ગુજરાતમાં આવતી કાલે એટલે કે, 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે અહીં મતદાનપૂર્વે આજે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પેટાચૂંટણીને ધ્યાને રાખી મતદાન મથકો પર ચૂંટણી લક્ષી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરાઈ હતી.

રાધનપુર પેટાચૂંટણી
author img

By

Published : Oct 20, 2019, 7:13 PM IST

રાધનપુર વિધાનસભામાં રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં રાધનપુર તાલુકાના 136, સાંતલપુર તાલુકાના 110 અને સમીના 80 મતદાન મથકો મળી કુલ 326 મતદાન મથકો અને 221 મતદાન સ્થળ પર આવતી કાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં 1,40,268 પુરુષ મતદારો અને 1,29,548 સ્ત્રી મતદારો તથા 3 અન્ય મળી કુલ 2,69,819 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ત્યારે ચૂંટણી પૂર્વે મતદાન મથકો પર ચૂંટણીલક્ષી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં 326 મતદાન મથકો પર 326 EVM અને 326 VVPAT મશીનોની ફાળવણી કરાઈ છે.

મતદાન દરમ્યાન ઈવીએમ મશીન ખરાબ થાય તો તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ બે એન્જીનિયરોની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત ક્યુઆરટીની 12 ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં 24 કર્મચારીઓને 12 રૂટ ફાળવવામાં આવ્યા છે.

તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ, મતદાન માટે ચૂસ્ત બંદોબસ્ત

મતદાન મથકો પર ફાળવેલા સ્ટાફમાં 29 જોનલ, 29 આસિસ્ટન્ટ જોનલ, 326 પ્રિ સાઈન્ડિંગ, 978 સહાયક મતદાન અધિકારીઓ મળી કુલ 1300થી વધુ કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયા છે, તો કર્મચારીઓને મતદાન મથકો સુધી પહોંચાડવા માટે 50થી વધુ એસ.ટી. બસ અને ખાનગી વાહનો મળી 250 જેટલા વાહનો ચૂંટણીની કામગીરીમાં મુકાયા છે.

રાધનપુર પેટાચૂંટણીમાં કુલ 5 સખી મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટીગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક જિલ્લા પોલિસ અધિક્ષક, ત્રણ ડી.વાય.એસ.પી.,15 પી.એસ.આઈ, હોમગાર્ડ, મહીલા પોલીસ,એસઆરપી, સીઆરપીએફ સહિત નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આમ રાધનપુર વિધાન સભાની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરાઈ છે.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન રાધનપુર ની પેટા ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર છે ત્યારે મતદાન પૂર્વે મતદાન મથકો પર ચૂંટણી લક્ષી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા રાધનપુર ની મોડલ હાઈસ્કૂલ ખાતે થી કરવામાં આવી છે.

Body:રાધાનપુર વિધાન સભામાં રાધનપુર,સમી, અને સાંતલપુર, તાલુકાઓ નો સમાવેશ થાય છે જેમાં રાધનપુર તાલુકાના 136,સાંતલપુર તાલુકાના 110 અને સમી ના 80 મતદાન મથકો મળી કુલ 326 મતદાન મથકો અને 221 મતદાન સ્થળો પર આવતી કાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 1,40,268 પુરુષ,1,29,548,સ્ત્રી,અને 3 અન્ય મળી કુલ 2,69,819 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે. ત્યારે ચૂંટણી પૂર્વે મતદાન મથકો પર ચૂંટણી લક્ષી સામગ્રી પહોંચાડવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાઈ હતી.જેમાં 326 મતદાન મથકો પર 326 EVM અને 326 VVPAT મશીનો ની ફાળવણી કરવામાં આવી છે. મતદાન દરમ્યાન ઈ વી એમ મશીન ખોટકાય તો તેમાટે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બે એન્જીનિયરો ની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ક્યુઆરટી 12 ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં 24 કર્મચારીઓ 12 રૂટ ફાળવવામાં આવ્યા છે. વન ટુ વન મુખ્ય ચૂંટણી અધિકારી ડી.બી.ટાંક મતદાન મથકો પર ફાળવેલ સ્ટાફ મા 29 જોનલ,29 આસિસ્ટન્ટ જોનલ, 326 પ્રિ સાઈન્ડિંગ ,978 સહાયક મતદાન અધિકારીઓ મળી કુલ 1300 થી વધુ કર્મચારીઓ ચૂંટણી લક્ષી કામગીરી મા જોતરાયા છે. તો કર્મચારીઓ ને મતદાન મથકો સુધી પહોંચાડવા માટે 50 થી વધુ એસ. ટી. બસો અને ખાનગી વાહનો મળી 250 જેટલા વાહનો ચૂંટણી ની કામગીરી મા મુકવામાં આવ્યા છે.

Conclusion:રાધનપુર પેટા ચૂંટણી મા કુલ 5 સખી મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે.તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટીગ ની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે સાથે ચૂંટણી મા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક જિલ્લા પોલિસ અધિક્ષક, ત્રણ ડી.વાય.એસ.પી.,15 પી.એસ. આઇ. હોમગાર્ડ, મહીલા પોલીસ,એસ આર પી. સીઆરપીએફ સહિત નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ રાધનપુર વિધાન સભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પી.ટુ સી. ભાવેશ ભોજક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.