ETV Bharat / state

Radhanpur Highway Accident: રાધનપુરમાં કન્ટેનરની ટક્કરે કિશોરનું મોત - National highway kutchh

રાધનપુર વારાહી નેશનલ હાઇવે પરથી સાઇકલ લઇને પસાર થતાં યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા સાઈકલ ચાલક યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા આજુબાજુ માંથી દોડી આવેલા લોકોએ યુવકના સગા સંબંધીઓને જાણ કરી હતી. જોકે, આ પ્રકારના અકસ્માતથી વધુ એક વખત હાઈવે રક્તરંજીત થયો હતો.

Radhanpur Highway Accident: રાધનપુરમાં કન્ટેનરની ટક્કરે કિશોરનું મોત

author img

By

Published : Mar 8, 2023, 6:13 PM IST

Radhanpur Highway Accident: રાધનપુરમાં કન્ટેનરની ટક્કરે કિશોરનું મોત

પાટણ: રાધનપુર શહેરના પરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પટેલનો દીકરો જયમીન સોમવારના બપોરે પોતાના મિત્રો સાથે સાઇકલ લઈ હાઇવે પરથી પસાર થતો હતો. તે દરમિયાન રાધનપુર શહેરના ઓવરબ્રિજ પાસે ઊતરતી વખતે પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલાકે સાયકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયકલ સવાર જયમીનનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોતનીપ્યું હતું.

આ પણ વાંચો: મેઘાણીનગરમાં કંસ મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી અને બનેવીની માતાની હત્યા કરી

ટ્રક ડ્રાઈવર ફરાર: અકસ્માતની જાણ થતાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ મૃતક યુવકની ઓળખ કરી તેના પરિવારને જાણ કરી હતી. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના મૃતદેહને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માતમાં એકના એક દીકરાનું મોત નીપજતા રેફરલ ખાતે આવેલ પ્રિયજનોના હૈયા ફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.

સિક્સ લેન તૈયાર કરો: અત્રે ઉલ્લેખનીય છે કે રાધનપુર હાઇવે એ દિલ્હી પાલનપુરથી કચ્છને જોડતો મુખ્ય હાઇવે માર્ગ છે. જેના ઉપર રાત દિવસ સતત વાહનો ધમધમતા રહે છે. જેમાં કચ્છ-ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, આદિપુર, અંજાર ખાતે આવેલા મોટા ઉદ્યોગગૃહોમાં માલની હેરાફેરી માટે દિલ્હી અને રાજસ્થાન તરફ જતા મોટા કન્ટેનરો અને ટેલરો પણ આ હાઇવે માર્ગ ઉપરથી જ પસાર થાય છે. તેમજ સ્થાનિક વાહન વ્યવહાર પણ આ માર્ગ પર વહન કરે છે. આ હાઈવે હાલ ફોર લેન છે.

આ પણ વાંચો: એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરી, પોલીસે ઝડપી યુપીની ઠગટોળકી

અકસ્માતના બનાવો: વાહનોની સતત અવર-જવર થી અનેક નાના-મોટા અકસ્માતોના બનાવો બને છે. જેમાં નિર્દોષ લોકોને જિંદગી ગુમાવવી પડે છે. ત્યારે આ હાઇવેને છ લેન બનાવી સ્થાનિક લોકોની અવરજવર અને હાઇવે ક્રોસ કરવા માટે અલગ પગદંડી કે બ્રિજ બનાવવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે. મોટા ભાગના વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન દિલ્હીથી કચ્છમાં જતા ભારે વાહનો માટે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સુઈગામને જોડતો અલગ હાઇવે માર્ગ બનાવવામાં આવ્યો છે.

રાધનપુર રૂટ: જેમાંનો કેટલોક માર્ગ બની ગયેલ છે પરંતુ બની ગયેલો આ હાઇવે ભ્રષ્ટાચાર ના કારણે બિસ્માર બનતા વાહનચાલકો આ માર્ગ પરથી પસાર થવાનું ટાળે છે અને મોટાભાગનો વાહન વ્યવહાર રાધનપુર હાઇવે પરથી જ પસાર થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.