ETV Bharat / state

બે વર્ષમાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવાની વાત માત્ર સરકારની ગુલબાંગ બની

author img

By

Published : Jul 2, 2022, 4:40 PM IST

Updated : Jul 2, 2022, 4:55 PM IST

પાટણમાં બસ સ્ટેશના કામકાજને (Patan Bus Station) લઈને પ્રવાસીઓ તેમજ વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.  નવા નિર્માણ પામી રહેલા આઈકોનિક બસ સ્ટેશનનું કામકાજ 6 વર્ષથી ચાલુ છે. પરંતુ બસ સ્ટેશનની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત સામે આવી હતી, પરંતુ 6 વર્ષથી ચાલી રહેલા (Iconic Bus Spot in Patan) કામકાજને લઈને તંત્ર પર સવાલો ઊભા થયા છે.

Patan Bus Station : બે વર્ષમાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવાની માત્ર સરકારની ગુલબાંગ બની

પાટણ : પાટણના જુના ST ડેપોની વિશાળ જગ્યામાં છેલ્લા છ વર્ષથી (Patan Bus Station) નવું આઈકોનિક બસ સ્પોટ બનાવવામાં આવી રહ્યું છે. છ વર્ષથી મંથર ગતિએ ચાલતી આ કામગીરીને કારણે માત્ર 60 ટકા જેટલી જ કામગીરી થતા આ નવું બસ સ્ટેશન ક્યારે તૈયાર થશે અને પ્રવાસીઓ માટે ક્યારે ઉપયોગી બનશે જેને લઇ અનેક ચર્ચાઓ શહેરીજનોમાં થઈ રહી છે.

બે વર્ષમાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ

બે વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત - રાજ્ય સરકાર દ્વારા જે તે શહેરના જૂના ST ડેપોને આધુનિક બનાવવાના પ્રોજેક્ટ (Iconic Bus Spot in Patan) હેઠળ વર્ષ 2017માં પાટણ ખાતેના ST ડેપોને આઇકોનિક બસપોર્ટમાં તબદીલ કરવાની જાહેરાત સામે આવી હતી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે અનામત આંદોલન સમયે બસ સ્ટેશનનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે યોજાયેલા સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને 17 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર આ આધુનિક બસ સ્ટેશનની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જેને હાલ છ વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં માત્ર 60 ટકા જ કામગીરી થઇ છે.

તંત્રની કામગીરી સામે સવાલ - પાટણના આ બસ સ્ટેશનની સાથે અન્ય બસ સ્ટેશનોના કરાયેલા ખાતમુહૂર્ત બાદ મોટાભાગના બસ સ્ટેશનનો આધુનિક બની કાર્યરત થતા પ્રવાસીઓને તેનો લાભ લઈ રહ્યા છે. જ્યારે પાટણના આ બસ સ્ટેશનની કામગીરી હજી અધ્ધરતાલ છે. જેને લઇ સરકારની અને વહીવટી તંત્રની કામગીરી અંગે અનેક સવાલો શહેરીજનોમાં ઊભા થાય છે.

આ પણ વાંચો : વડોદરા : વાઘોડિયામાં 226 કરોડના ખર્ચે બનેલા ST ડેપોનુ કરવામાં આવ્યું લોકાર્પણ

મુસાફરોને ભારે હાલાકીઓ - શહેરની મધ્યમાં આવેલું જુનુ બસ સ્ટેશન તોડી તેને નવું બનાવવાની કામગીરી (Old ST Depot of Patan) શરૂ કરાતા શહેરથી ત્રણ કિલોમીટર દૂર સિધ્ધપુર રોડ ઉપર હંગામી ધોરણે બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આ હંગામી બસ સ્ટેશન શહેરથી દૂર હોવાને કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાતો તેમજ મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ રીક્ષાઓના મોંઘા ભાડા પણ ખર્ચવા પડે છે. હંગામી બસ સ્ટેશનમાં દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતાં બસ સ્ટેશન બેટમાં ફેરવાય છે. ઘૂંટણ ડૂબ પાણી ભરાય છે. જેથી મુસાફરોને ભારે યાતનાઓ ભોગવવી પડે છે. જે છેલ્લા છ વર્ષથી હંગામી બસ સ્ટેશનમાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાણી નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમણ ઘટતા જેતપુર ST ડેપોએ વધુ 5 રૂટ શરૂ કર્યા

વેપારીઓને માઠી અસર - પાટણ શહેરમાં છેલ્લા છ વર્ષથી આધુનિક બસ સ્ટેશન બનાવવાની કામગીરી (Operation of bus station in Patan) મંથર ગતિએ ચાલી રહી છે. છતાં પણ સ્થાનિક રાજકીય નેતાઓ આ નિર્માણાધીન બસ સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કોઇ જ પગલાં ભરતા નથી. તો બીજી તરફ આ નવા બની રહેલા બસ સ્ટેન્ડની આસપાસ નાના વેપારીઓના ધંધા રોજગારને પણ માઠી અસર થઇ છે. માટે પાટણના સ્થાનિક રાજકીય આગેવાનો આ બાબતને ગંભીરતાથી લઇ વહેલી તકે નવા બસ સ્ટેશનની (Modern bus station in Gujarat) કામગીરી પૂર્ણ કરાવે તે અતિ આવશ્યક છે.

Last Updated : Jul 2, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.