ETV Bharat / state

સિદ્ધપુરના કારન ગામના અમુલ ગોડાઉનમાં પોલીસની રેડ - Amul milk

સિધ્ધપુર પાટણ હાઈવે ઉપર આવેલા કારન ગામના ગોડાઉનમાં અમૂલ દુધના પાવડર પેકિંગનું કૌભાંડ ચાલતું ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા કોથળામાંથી બિલાડુ કાઢ્યું તેવો સીન સર્જાયો હતો. બનાસ ડેરી અને અમૂલ ડેરી દ્વારા આ ગોડાઉન ભાડે રાખી બંગલાદેશમાં અમુલ દુધના પાવડર મોકલવા કર્મચારીઓ દ્વારા પેકિંગ બદલવાની કામગીરી કરવામાં આવતી હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી.

police
સિદ્ધપુરના કારન ગામના અમુલ ગોડાઉનમાં પોલીસની રેડ
author img

By

Published : Sep 9, 2021, 2:07 PM IST

  • સિદ્ધપુર કારણ ગામે શંકાસ્પદ મિલ્ક પાવડરને લઈ પોલીસે કરી રેડ
  • પાટણ એસપી સહિત પોલીસ કાફલો પહોંચ્યો હતો ગોડાઉન પર
  • પોલીસની રેડને પગલે છવાઈ ભારે ઉત્તેજના

સિધ્ધપુર: તાલુકાના કારન ગામના એક ગોડાઉનમાં અમૂલ દુધના પાવડરનું મોટું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે ઘટના સ્થળે રેડ પાડી હતી. આ સમયે ગોડાઉનમાં મિલ્ક પાવડર, કન્ટેનરો અને બાંગ્લાદેશ મોકલવાની પેકેજીંગની થેલીઓ મળી આવતા અને આ સમાચારો વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા ભારે ખળભળાટ મચ્યો હતો, જેના કારણે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, ડીવાયએસપી સી.એલ. સોલંકી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવતા ભારે ઉત્તેજના છવાઇ હતી.

સિદ્ધપુરના કારન ગામના અમુલ ગોડાઉનમાં પોલીસની રેડ

આ પણ વાંચો : જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાતમાં દિવસનું મહત્વ જણાવે છે...

ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ ને પણ ઘટના સ્થળે બોલાવી તપાસ શરૂ કરી હતી

જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ગોડાઉનમાં તપાસ બાદ જણાવ્યું હતું કે," અમુલ ડેરી અને બનાસ ડેરીના અધિકારીઓ સાથે ચર્ચા કરતાં મિલ્ક પાવડર નો જથ્થો બંગલાદેશ મોકલવાનો છે જેથી પેકેજીંગ બદલી બંગલાદેશની થેલીઓમાં ભરવામાં આવી રહ્યોં છે. આ ગોડાઉન અમુલ અને બનાસડેરી દ્વારા ભાડે રાખી તેના કર્મચારીઓ દ્વારા જ કામગીરી કરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અને gcmss ને સાથે રાખી ને સૃષ્ટિ કરવામાં આવતા આ મિલ્ક પાવડર નો જથ્થો કોઈપણ પ્રકારે શંકાસ્પદ ન હોવાનું તેમજ કોઈપણ પ્રકારનું કૌભાંડ કે એક્સપાયર થયેલી વસ્તુ બજારમાં વેચવામાં આવતી હોવાનું સામે આવ્યું નથી. જેને લઇને પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.