ETV Bharat / state

પાટણના બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ચેકિંગ ડ્રાઇવ યોજી

પાટણ પોલીસ દ્વારા શહેરના બગવાડા દરવાજા પાસે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વાહનચાલકો અને રાહદારીઓએ માસ્ક ન પહેર્યા હોય તેઓની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યાં હતા, તો બીજી તરફ આ જગ્યા પરથી જ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખનો રોડ શો નીકળ્યો હતો, જેમાં કેટલાય લોકોએ માસ્ક પહેર્યા ન હોવા છતાં પોલીસે તેઓની સામે કોઈ કાર્યવાહી ન કરતાં પોલીસની આ બેવડી નીતિ શહેરીજનોમાં ભારે ટીકા પાત્ર બની હતી. ત્યારે આ મામલાની પાટણ જિલ્લા પોલીસ વડાએ ફરજ પરના પોલીસ અધિકારી સામે તપાસના આદેશો કર્યા છે.

author img

By

Published : Mar 21, 2021, 4:40 PM IST

પાટણના બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ચેકિંગ ડ્રાઇવ યોજી
પાટણના બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ચેકિંગ ડ્રાઇવ યોજી
  • પાટણમાં બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ડ્રાઈવ યોજી
  • માસ્ક ડ્રાઈવ સમયે તાલુકા પંચાયત પ્રમુખનું વિજય સરઘસ નીકળ્યું
  • વિજય સરઘસમાં લોકો માસ્ક વગર દેખાયા
  • પોલીસે વિજય સરઘસમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી ન કરી

પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સરકારની ચિંતામાં વધારો થયો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણને વધતો અટકાવવા પોલીસ તંત્ર સજાગ બની માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરી છે.

માસ્ક ડ્રાઈવ સમયે તાલુકા પંચાયત પ્રમુખનું વિજય સરઘસ નીકળ્યું

રોડ શોમાં માસ્ક વગર અનેક લોકો જોવા મળ્યા

પોલીસ દ્વારા ગુરુવારે બપોરે શહેરના બગવાડા દરવાજા ખાતે માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને માસ્ક ન પહેરનારા વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં માસ્ક વગર અનેક લોકો જોવા મળ્યા હતા. પોલીસની હાજરી હોવા છતાં પણ માસ્ક વગર રોડ શોમાં જોડાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ બી ડિવિઝન પીઆઈ રોડ શોને આગળ વધારવા હાકલ કરતા વીડિયોમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં માસ્કનો દંડ વસૂલનારા કોન્સ્ટેબલે દંડની રકમ પોતાના ખાતામાં જમા કરાવી

જિલ્લા પોલીસ વડાએ ફરજ પરના પોલીસ અધિકારી સામે કર્યા તપાસના આદેશ

પાટણ શહેરમાં પોલીસની બેવડી નિતી સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાયદો અને નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે તેવો સૂર પણ ઉઠ્યો હતો. ત્યારે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આ બાબતને ગંભીરતાથી લઈ ફરજ પરના પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપ્યો કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.