ETV Bharat / state

દીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર

પાટણમાં ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર પાસે જવાના હાઇવે પર (accident death Couple in Patan) ગંભીર અકસ્માત સર્જાયો છે. એક નંબર પ્લેટ વિનાના વાહને દંપતીને જોરદાર ટક્કર મારતા દંપતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર શખ્સની ઇલેક્ટ્રિક સિમેન્ટ પોલ સાથે ટક્કર થઈ ગઈ હતી. જેને લઈને ઘટનાસ્થળે જ પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.(Siddhpur highway accident)

દીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર
દીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર
author img

By

Published : Jan 9, 2023, 11:05 PM IST

પાટણમાં ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર પાસે અકસ્માત

પાટણ : સિધ્ધપુર હાઈવે પર બહેનને મળી પોતાની પુત્રીના ઘરે જઇ રહેલા પતિ પત્નીને કારચાલકે (accident death Couple in Patan) હડફેટ લીધા છે. જોરદાર ટકકર મારતા બંનેનું ઘટના સ્થળે બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. અકસ્માત સર્જી કાર નજીકમાં જ આવેલી વીજપોલ સાથે અથડાઇ હતી. ચાલક વાહન મુકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના અવાજને પગલે ઘટના સ્થળેથી આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. (Siddhpur highway accident)

શું હતો સમગ્ર મામલો અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર હાઇવે પરથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વિનાની કારના ચાલકે પુરઝડપે રીતે હંકારી હાઈવે પરની શાંતિનાથ સોસાયટીમાંથી બહાર નીકળી રહેલા બાલીસણાનાં વતની અશ્વિનભાઈ જગન્નાથભાઈ જોષી (ઉ.વ.55) અને તેમના ધર્મપત્ની મીનાબેન જોષીને (ઉ.વ.56) અડફેટે લીધા હતા. અડફેટે લેતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ દંપતીનું પ્રાણપંખેરુ ઉડી ગયુ હતું. (Siddhpur highway accident death Couple)

આ પણ વાંચો ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ

વાતાવરણમાં ગમગીની છવાઈ અકસ્માત સર્જી ચાલકે પોતાનું વાહન ઈલેક્ટ્રીક સિમેન્ટના પોલ સાથે અથડાવી સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ પાટણ 108 સહિત પોલીસ તંત્રને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે આ અકસ્માત મામલે મૃતકના જમાઈ સતિષ ઠક્કરની ફરિયાદના આધારે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ PSI બી.સી.છત્રલિયાએ હાથ ધરી છે. (Accident on Patan Highway)

આ પણ વાંચો ટ્રેનમાંથી ઊતરતી વખતે પ્રવાસીનો પગ લપસ્યો, રેલવે કર્મચારીએ બચાવ્યો જીવ

પોલીસ તપાસ દરમિયાન કારમાંથી નંબર પ્લેટ મળી આવી મૃતક દંપતી છેલ્લા પંદરેક દિવસથી પોતાની દીકરીની નાદુરસ્ત તબીયતને કારણે તેણીનાં શિવ ડુપલેક્ષ ખાતેનાં નિવાસ સ્થાને રહેતાં હતાં. રવિવારની સાંજે સિધ્ધપુર હાઈવે પર આવેલા શાંતિનાથ સોસાયટીમા રહેતી પોતાની બહેનને મળવા ગયાં હતાં. જમીને રાત્રે પરત પોતાની દીકરીને ત્યાં આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જનાર કારના ચાલકે પોતાની કાર માર્ગ પરનાં ઈલેક્ટ્રીક સિમેન્ટના પોલ સાથે અથડાવી ઘટના સ્થળે કાર મુકી ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરતા કારમાંથી GJ 24 AE 3168 લખેલી નંબર પ્લેટ મળી આવી છે. જેથી આ કેસની તપાસ કરનાર PSI છત્રાલિયાએ નંબર પ્લેટના આધારે કારચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. (Siddhpur highway accident death)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.