ETV Bharat / state

HNG University : પોલેન્ડની બે વિદ્યાર્થીનીઓ પાટણની મહેમાન બની, HNG યુનિવર્સિટીમાં વન્યજીવો પર કરશે સંશોધન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા અન્ય રાજ્ય અને વિદેશની યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક આદાન પ્રદાન કરવા માટે એમઓયુ કરવામાં આવેલા છે. જે અંતર્ગત હાલમાં પોલેન્ડ દેશમાંથી બે વિદ્યાર્થીનીઓ પાટણ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવી છે. તેઓ બે મહિના માટે વન્યજીવોના સંશોધન પર ઇન્ટરશીપ કરવા માટે આવી છે.

HNG University
HNG University
author img

By

Published : Aug 4, 2023, 6:21 PM IST

પોલેન્ડની બે વિદ્યાર્થીનીઓ પાટણની મહેમાન બની

પાટણ : આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અન્ય દેશના વિદ્યાર્થીઓની સાથે હરણફાળ ભરી રહ્યા છે. તેઓ વિદેશની યુનિવર્સિટીઓમાં જઈ સંશોધન અને અભ્યાસ કરી શકે તે પાટણ યુનિવર્સિટીનો ધ્યેય છે. ત્યારે પાટણ યુનિવર્સિટી દ્વારા વિદેશની યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અહીંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિદેશમાં અને વિદેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાટણ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવે છે.

યુનિવર્સિટી વચ્ચે MOU : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને પોલેન્ડમાં આવેલ વોર્સો યુનિવર્સિટી વચ્ચે વર્ષ 2018- 19 માં સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જના એમઓયુ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો પોલેન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જઈ શકે છે. ઉપરાંત ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવી શકે . જે અંતર્ગત પોલેન્ડની બે વિદ્યાર્થીનીઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં બે મહિના માટે ઇન્ટરશીપ કરવા આવી છે.

પોલેન્ડની વિદ્યાર્થીની : યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગમાં ચાલી રહેલ વન્યજીવોના સંશોધનમાં બંને વિદ્યાર્થીનીઓ ભાગ લઈને પોતાનું ઇન્ટરશીપ કાર્ય કરશે. હાલમાં આ બંને વિદ્યાર્થીનીઓ લાઈફ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે હળી મળીને ઇન્ટરશીપનું કામ કરી રહી છે.

ઈરાસમ ઈન્ટન તરીકે અમે અહીંયા આવ્યા છીએ. એચ.એન.જી. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટર દ્વારા અમને ખૂબ જ સારી વ્યવસ્થા મળી રહી છે. અહીંયા ચાલતા સંશોધન પ્રોજેક્ટમાં અમે અમારો સહયોગ આપીશું. અહીંયા પીએચડીના વિદ્યાર્થીઓની સાથે રહી એમના સંશોધનમાં અમે મદદ કરીશું. અમે પાટણ શહેરની પણ મુલાકાત કરી જે અમને ખૂબ જ ગમ્યું છે. આવનારા સમયમાં અમે અહીંથી ઘણું બધું શીખીને જઈશું.-- ડોમોનિકા જાકુબીઆક (વિદ્યાર્થીની, વોર્સો યુનિવર્સિટી-પોલેન્ડ)

વન્યજીવન સંશોધન : લાઈફ સાયન્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર નિશિત ધારૈયાએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને પોલેન્ડની યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા હતા. જે અંતર્ગત આ બંને વિદ્યાર્થીનીઓ અહીં આવી છે. લાઈફ સાયન્સ વિભાગમાં ચાલી રહેલ રીંછ અને દીપડા સહિતના વન્યજીવોના સંશોધન અભ્યાસ કરશે. અગાઉ પણ પોલેન્ડમાંથી એક વિદ્યાર્થી અને બે વૈજ્ઞાનિકો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યા હતા. જ્યારે પાટણ યુનિવર્સિટીમાંથી પણ એક વિદ્યાર્થીની પોલેન્ડની વોર્સો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગઈ હતી.

અભ્યાસનું કેન્દ્ર યુનિવર્સિટી : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કો ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ આઠ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ એચ.એન.જી. યુનિવર્સિટીમાં આવ્યા છે. ઉપરાંત પાટણ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને પણ વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે જવાનો લાભ મળ્યો છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ અને સંશોધન માટેનું કેન્દ્ર બની છે. અનેક દેશના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે સંશોધનનું કાર્ય કરી રહ્યા છે.

  1. HNGU News: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ક્રેડીટ માળખામાં સુધારા સાથે ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારાયું, આગામી સમયમાં તેનો અમલ
  2. Patan News: પાટણમાં જિલ્લાના મતદાન મથકોના પુનગઠન માટે સમીક્ષા બેઠક યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.