ETV Bharat / state

Protest about Pension Yojana : જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ, પાટણમાં કર્મચારીઓએ રેલી યોજી વિરોધ કર્યો - પેન્શન યોજના

રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવતા તેનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લા દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં( New Pension Scheme) વિરાટ રેલી અને ધરણા પ્રદર્શનન કરવામાં આવ્યા હતા. પ્રતિનિધિમંડળે લેકટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માગ કરી હતી.

Pension Yojana: જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ, પાટણમાં કર્મચારીઓએ રેલી યોજી વિરોધ કર્યો

author img

By

Published : Apr 9, 2022, 5:02 PM IST

પાટણઃ રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના( New Pension Scheme)અમલમાં મુકવામાં આવતા તેનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લા દ્વારા નવી પેન્શન યોજનાના(Atal Pension Yojana) વિરોધમાં વિરાટ રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

નવી પેન્શન યોજનાનો વિરોધ - નવી પેન્શન યોજનાનો વિરોધમાં યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં શહેરના આનંદ સરોવર ખાતે બપોર બાદ મોટી સંખ્યામાં જિલ્લાના 15થી વધુ સંગઠનોના આગેવાનોના નેજા હેઠળ વિરાટ રેલી યોજવામાં આવી હતી.આ રેલી શહેરના વિવિધ માર્ગો પર સૂત્રોચ્ચારો કરતી સિંધવાઇ માતાના મંદિરના પટાંગણમાં પહોંચી સભામાં ફેરવાઇ હતી. જ્યાં સરકાર જૂની પેન્શન યોજના (Old Pension Scheme)ફરી લાગુ કરે તે માટે કર્મચારીઓએ રામધૂન બોલાવી હતી.

પેન્શન યોજનાના વિરોધ

આ પણ વાંચોઃ Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર

જૂની પેનશન યોજના લાગુ થાય - સભાને સંબોધતા રાષ્ટ્રીય જૂની પેનશન(Pradhan Mantri Pension Scheme) સંયુક્ત મોરચો ગુજરાતના અધ્યક્ષ ભીખા પટેલે પોતાની તેજાબી વાણીમાં જણાવ્યું હતું કે સરકારે બજાર આધારિત નવી પેન્શન યોજના અમલી કરી છે તે ચલાવી લેવાય તેમ નથી આ કાળો કાયદો છે કોઈ પણ ભોગે તેનો અંત લાવવો પડશે કર્મચારીઓએ પોતાની તાકાત બતાવી પડશે. તો જ સરકાર જાગશે ભાજપ સરકાર અને પક્ષના હોદ્દેદારોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કર્મચારીઓને અન્ય ચેતો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કર્મચારીઓ તેનો જવાબ આપશે. એક ધારાસભ્યને લીલા તોરણે ઘરે લાવવાની અને એકને વિજય બનાવવાની તાકાત આ કર્મચારીઓ ધરાવે છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી - કર્મચારીઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી ભારે સૂત્રોચ્ચારો કરી દેખાવ કર્યા હતા. પ્રતિનિધિમંડળે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માગ કરી હતી. આગામી 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે તે પહેલાં સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે તો સ્થાપના દિવસે ગુજરાતના કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડશે અને મેદાનો ભરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ Central Employees Strike: અમને MP-MLA જેવી પેન્શન યોજના આપતા સરકારને કેમ જોર આવે છે? કેન્દ્રીય કર્મચારીઓનો પ્રશ્ન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.