પાટણ હારીજ તાલુકાના જસોમાવ ખાતે દશેરાના દિવસે યોજાયેલ મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ (C R Patil in Patan ) ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારના સીટિંગ ધારાસભ્ય દિલીપ ઠાકોર (Chanasma MLA Dilip Thakor ) આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવો ઈશારો કરતા દિલીપ ઠાકોરના સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
લોકોને ચૂંટણીમાં ભાજપને મદદ કરવાની અપીલ હારીજ તાલુકાના જશોમાવ ખાતે પહોંચેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે (C R Patil in Patan ) ડિસેમ્બરમાં ચૂંટણીના સંકેત આપી કાર્યકરોને દશેરા અને દિપાવલીની શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે લોકોને ચૂંટણીમાં ભાજપને મદદ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ દેશમાં રામ મંદિર, 370 ની કલમ અને લોક સુખાકારી માટે કરેલી યોજનાઓ લઈ લોકો સમક્ષ જવા કાર્યકરોને હાકલ કરી હતી. દશેરાના દિવસે ખેડૂતો ખેતીના ઓજારોનું પૂજન કરી દેશ માટે અન્નપૂરુ પાડે છે તેમ કાર્યકરો પણ પ્રજાલક્ષી કાર્ય કરી ચૂંટણીના શસ્ત્રો સજાવે છે. વડાપ્રધાને આ વિસ્તારમાં નર્મદાના નીર આપી વિસ્તારને હરિયાળો બનાવ્યો છે ત્યારે ચોક્કસ આ ગેરંટી સાથે કામ કરતી સરકારને લોકો લાવશે અને જુઠ્ઠા ગેરંટી કાર્ડવાળાને પ્રજા જાકારો આપશે.
ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોરને ટિકિટ આપવાના પાટીલે આપ્યા સંકેત સી આર પાટીલે જણાવ્યું હતું કે ચાણસ્મા બેઠકના ઉમેદવાર દિલીપ ઠાકોર (Chanasma MLA Dilip Thakor ) કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. વિસ્તારમાં જાણીતો ચહેરો અને સારા કાર્યકર છે. હાલ તેઓ સીટીંગ ધારાસભ્ય હોય તેઓ ચૂંટણી લડશે તેવો ઈશારો કર્યો હતો. જેને લઇ દિલીપ ઠાકોરના સમર્થકો અને આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. તો રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અંગે જણાવ્યું હતું કે ટિકિટો ફાળવવાનું કામ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે અલ્પેશ ઠાકોરની ટિકિટ પણ પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરશે.