- એચ. એન. જી યુનિવર્સિટી પરીક્ષા રદ કરી
- સરકારની સૂચનાને લઈ પાટણ યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવી
- સરકારની સુચના મુજબ નવી પરીક્ષાની તારીખો આગામી સમયમાં જાહેર કરાશે
પાટણઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને સરકારની સુચના મુજબ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 15 માર્ચથી શરૂ થયેલી અને આગામી 31 માર્ચ અને 6 એપ્રિલથી શરૂ થનારી તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગેનો યુનિવર્સિટી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને પરીક્ષાની નવી તારીખો સરકારની સૂચના પ્રમાણે જાહેર કરવામાં આવશે.
પરિક્ષાઓ હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતા કોરોનાના કેસમાં વધારો થતાં સરકાર દ્વારા નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. સરકારની સુચના મુજબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વોરાએ તાકીદની અસરથી પરિપત્ર જાહેર 15 માર્ચથી શરૂ થયેલી તથા 31 માર્ચ અને 6 એપ્રિલથી શરૂ થનારી સ્નાતક, અનુસ્નાતક કક્ષાની BHC, બીકોમ, BBA, BCA, BSW, બી.એડ સેમેસ્ટર 1 સહિતની પરિક્ષાઓ હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જોકે મેડિકલ પેરામેડિકલ અને PGના પ્રેક્ટીકલ અને પરીક્ષાઓ ચાલુ રાખવાનો સરકારે આદેશ કર્યો છે અને સરકારની સુચના મુજબ મોકૂફ કરાયેલી આ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે. તેમ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું છે.
પરીક્ષાઓ મોકૂફ રખાતા વિદ્યાર્થીઓ મુકાયા અસમંજસમાં
યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પરીક્ષા મોકૂફ નો પરિપત્ર વિધાર્થીઓના વિવિધ whatsapp ગ્રુપમાં ફરતો થતાં વિદ્યાર્થીઓમાં મતમતાંતર સાથેના પ્રતિભાવો સામે આવ્યા હતા 15 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા પૂર્ણતાના આરે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓના શનિવારે 20 માર્ચે છેલ્લું પેપર હતું એકાએક પરીક્ષા સ્થગિતના નિર્ણયથી વિધાર્થીઓમાં નિરાશા ફેલાઇ છે.